________________
૩૧
અનુવાદકની પ્રસ્તાવના
જૈન મુનિચર્યામાં તપનું ઘણું મહત્ત્વ છે. આત્યંતર તપના છે ભેદોમાં અન્તિમ ભેદનું નામ ધ્યાન છે. વળી, શ્રમણોની જ આવશ્યક ક્રિયાઓમાંની એક છે કાયોત્સર્ગ. શરીરની ચેષ્ટાઓનો વિરોધ કરીને એક જ સ્થાને નિશ્ચલ અને નિઃસ્પદ સ્થિતિમાં ઊભા રહેવું કે બેઠા રહેવું એ દ્રવ્યકાયોત્સર્ગ છે. ધ્યાન અર્થાત્ આત્મચિન્તનની એકતાનતા એ ભાવકાયોત્સર્ગ છે. કાયોત્સર્ગમાં ધ્યાનનું જ વિશેષ મહત્ત્વ છે. શરીરની સ્થિરતા યા આસનની નિશ્ચલતા ધ્યાનની નિર્વિન સાધના માટે આવશ્યક છે. તેથી પતંજલિએ યોગના આઠ અંગોમાં ત્રીજા અંગનું સ્થાન આસનને આપ્યું છે. શ્રમણોની દિનચર્યાનું નિરૂપણ કરતા ગ્રન્થો યા ગ્રન્થભાગોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે દિન-રાતના કુલ આઠ પ્રહરોમાંથી બે પ્રહરો શ્રમણોએ ધ્યાન કરવું જોઈએ. આગમોમાં આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ આ ચાર ધ્યાનો અને તેમના ભેદપ્રભેદોનું નિરૂપણ છે. આ ચારમાંથી પ્રથમ બે હેય છે જયારે બાકીના બે ઉપાદેય છે. શુક્લધ્યાનના ચાર ભેદો છે. તેમાંથી પહેલું સવિચાર હોય છે અને બીજું નિર્વિચાર હોય છે.' નિર્વિચાર શુક્લધ્યાનની ઉત્કૃષ્ટ કોટિએ કેવલજ્ઞાન પ્રગટે છે. ઉમાસ્વાતિ (ઇ.સ.ચોથી શતાબ્દી) પોતાના તત્ત્વાર્થસૂત્ર અને તે ઉપરના સ્વોપલ્લભાષ્યમાં આ શુક્લધ્યાનના ચારેય ભેદોનું વિસ્તારથી નિરૂપણ કરે છે. તત્ત્વાર્થસૂત્ર ઉપરની ટીકાઓમાં વિસ્તાર અને વૈશદ્ય વિશેષ છે. આચાર્યકુન્દકુન્દ રચેલા મોક્ષપાહુડમાં આત્માના બહિરાત્મા, અન્તરાત્મા અને પરમાત્મા એ ત્રણે ભેદો કરી યોગને સમજાવે છે. પાતંજલ યોગશાસ્ત્રના યમ આદિ આઠ યોગાંગોમાંથી પ્રાણાયામને છોડી બાકીના - સાતનો વિષય અહીં જૈનપરંપરા અનુસાર નિરૂપાયેલો મળે છે. પૂજયપાદ દેવનદિના (ઇ.સ. પાંચમી શતાબ્દી) સમાધિશતકમાં પણ આત્માના બહિરાત્મા આદિ ત્રણ ભેદો દર્શાવી જૈન મતાનુસાર યોગપ્રક્રિયાનું વર્ણન છે. ભદ્રબાહુ દ્વિતીય (વિક્રમની છઠ્ઠી શતાબ્દી) આવશ્યકનિયુક્તિના કર્તા છે. આ નિર્યુક્તિના કાયોત્સર્ગ અધ્યયનમાં (ગાથા ૧૪૬૨-૮૬) આગમપ્રણાલી અનુસાર ધ્યાનનાં લક્ષણ અને ભેદપ્રભેદોનું નિરૂપણ છે. ૧. વિવારે દિતીયમ્ | તત્ત્વાર્થસૂત્ર, ૬.૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org