________________
૩)
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ ઇ.સ.ના બારમા સૈકામાં આ સંપ્રદાય જાપાનમાં ગયો અને ત્યાં તેણે ખૂબ પ્રગતિ કરી.'
બૌદ્ધ ધર્મ ત્રણ વસ્તુમાં પર્યવસાન પામે છે. તે ત્રણ વસ્તુ છે – શીલ, સમાધિ અને પ્રજ્ઞા. હિંસા આદિ દુષ્કર્મોમાંથી વિરતિ એ જ શીલ છે. શીલ પાંચ છે – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને વ્યસનમુક્તિ. શીલ બૌદ્ધ ધર્મનો પાયો છે અને એ અર્થમાં બૌદ્ધ ધર્મનો આદિ છે. તે બૌદ્ધ સમાધિમાર્ગનો પણ પાયો છે અને આદિ છે. સમાધિમાર્ગના સાધકે શીલનું પાલન કરવું અનિવાર્ય છે. શીલના પાલન દ્વારા જ સમાધિમાર્ગની સાધના કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. શીલને સમાધિમાર્ગનો આદિ ગણેલ છે. એનો અર્થ એ નથી કે તે આદિમાં જ છે અને એ પછી નથી. હકીકતમાં સમાધિમાર્ગમાં તે આદિથી માંડી અન્ન સુધી હોય છે. સમાધિમાર્ગની બધી ભૂમિકાએ સાધકે શીલનું પાલન કરવું જ જોઈએ. સારા ભાવોમાં ચિત્તને એકાગ્ર કરવું એ સમાધિ છે. સમાધિ બૌદ્ધ ધર્મનો મધ્ય છે. બૌદ્ધ ગ્રન્થોમાં સમાધિમાં નડતા અત્તરાયોનું અને સમાધિના ઉપાયોનું વિસ્તારથી નિરૂપણ છે. સમાધિની ચાર ભૂમિકાઓ છે જેમને ચાર ધ્યાનો કહેવામાં આવે છે. પ્રથમ ધ્યાનમાં વિતર્ક, વિચાર, પ્રીતિ, સુખ અને એકાગ્રતા હોય છે. દ્વિતીય ધ્યાનમાં વિતર્ક અને વિચાર રહેતા નથી પણ બાકીનાં પ્રીતિ, સુખ અને એકાગ્રતા રહે છે. તૃતીય ધ્યાનમાં પ્રીતિ રહેતી નથી પણ સુખ અને એકાગ્રતા રહે છે. ચતુર્થ ધ્યાનમાં સુખ હોતું નથી પણ એકાગ્રતા અને ઉપેક્ષા જ હોય છે. વિતર્ક, વિચાર આદિનો અહીં શો અર્થ છે એની સમજણ આપવામાં આવી છે. સમાધિ સિદ્ધ થતાં તેના ફળરૂપે પ્રજ્ઞાનો ઉદય થાય છે. પ્રજ્ઞામાં બૌદ્ધ ધર્મનું અને બૌદ્ધ સમાધિમાર્ગનું પર્યવસાન છે. પ્રજ્ઞા તત્ત્વના યા સત્યના સાક્ષાત્કારરૂપ છે. શીલથી પાપકર્મોનું અતિક્રમણ થાય છે, સમાધિથી દુષ્ટ મનોવૃત્તિઓનું અતિક્રમણ થાય છે અને પ્રજ્ઞાથી ભવનું યા જન્મ-મરણના ચક્રનું અતિક્રમણ થાય છે. સમાધિ ક્લેશોને નબળા પાડે છે જ્યારે પ્રજ્ઞા તેમનો સમૂળ આત્યંતિક નાશ કરે છે. 9. Essays in Zen Buddhism, Suzuki, pp.222-231.
बौद्धधर्म के २५०० वर्ष, पब्लिकेशन डिविजन दिल्ली-८, ५.३८-६७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org