________________
૨૪.
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ રાષ્ટ્રીય, રાજકીય દરેક ક્ષેત્રે ધર્મનું હોવું આવશ્યક છે. આ બધાં ક્ષેત્રોથી ધર્મને અળગો રાખવાથી ધર્મ તેની ચેતના ગુમાવશે તેમ જ આ ક્ષેત્રો વિકૃત બની માનવકલ્યાણ કરવાને બદલે માનવહાનિ નોતરશે એવો સૂર પંડિતજીનાં લખાણોમાંથી નીકળે છે. એટલે તેઓ ધાર્મિક લોકોને બધાં ક્ષેત્રોમાં પડવા અને ભાગ લેવા નિમંત્રે છે. એમાં પડવાથી એમનો ધર્મ અભડાઈ જવાનો નથી કે એઓનું આધ્યાત્મિક પતન થવાનું નથી, ઊલટું, એમની આધ્યાત્મિક ઉન્નતિ થવાની તેમ જ પેલાં ક્ષેત્રોની શુદ્ધિ થવાની અને ધર્મ સમૃદ્ધ થવાનો.
પંડિતજી લખે છે કે લાલા લજપતરાયે એક જાહેર વક્તવ્યમાં કહ્યું હતું કે અહિંસાની શિક્ષા યુવકોને નમાલા કરે છે તેમ જ રાજકરણમાં તો ચાણક્યનીતિ જ વિજયી નીવડે છે. આની સામે ગાંધીજીએ પોતાના જીવનમાં ઉતારેલા સિદ્ધાન્તોના બળે લાલાજીને જવાબ આપ્યો કે અહિંસાથી નમાલાપણું નહીં પણ અપરિમિત બળ કેળવાય છે. “અહિંસાધર્મના સમર્થ બચાવકારના વલણથી જૈનોને ઘેર લાપશીનાં આંધણ મુકાયાં. સૌ રાજી રાજી થયા. સાધુઓ અને પાટપ્રિય આચાર્યો સુધ્ધાં કહેવા લાગ્યા કે જુઓ, લાલાજીને કેવો જવાબ વાળ્યો છે ?........(પરંતુ આમ) જયારે ગાંધીજીની સત્ય અને અહિંસાની તાત્ત્વિક દષ્ટિ રાજકીય ક્ષેત્રમાં દાખલ થઈ ત્યારે પણ અહિંસાના અનન્ય ઉપાસક અને પ્રચારક તરીકે પોતાની જાતને માનતા-મનાવતા કટ્ટર જૈન ગૃહસ્થો અને જૈન સાધુઓ કોંગ્રેસના દરવાજાથી દૂર જ રહ્યા અને તેની બહાર રહેવામાં જ પોતાના ધર્મની રક્ષા કરવાનો સંતોષ પોષવા લાગ્યા.”
“તપ દરેક ધર્મનું મહત્ત્વનું અંગ છે. જૈનો જેને પરીષહ કહે છે તે પણ એક પ્રકારનું તપ છે. ઘર છોડી ભિક્ષુ બનેલાને ધ્યેયની સિદ્ધિ માટે જે જે સહેવું પડે તે પરીષહ. તપ અને પરીષહ ક્લેશની શાન્તિ માટે છે. જે વસ્તુ ચોથા પુરુષાર્થની સાધક હોય તે વ્યવહારમાં અનુપયોગી હોય તેમ બનતું નથી. જે નિયમો આધ્યાત્મિક જીવનના પોષક હોય છે તે જ નિયમો વ્યાવહારિક જીવનને પણ પોષે છે. તપ અને પરીષહો જો ક્લેશની શાન્તિ ૧. એજન, પૃ.૧૪૨-૧૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org