________________
અનુવાદકની પ્રસ્તાવના
૨૩ વિશેષતાના લાભો સમાજમાં પ્રતિષ્ઠિત થતાં પ્રવૃત્તિમાં પડેલા લોકોના મનમાં નિવૃત્તિ પ્રત્યે આદર પોષાયો અને નિવૃત્તિગામી સંઘોથી દેશ વ્યાપી ગયો, ઊભરાઈ ગયો. ધીમે ધીમે એ નિવૃત્તિગામી સંઘોને નભાવવા માટે પણ પ્રવૃત્તિશીલ લોકો ઉપર એક બોજો વધ્યો. સામાન્ય માણસો નિવૃત્તિને નકામી ગણી શકે નહીં અને પ્રવૃત્તિમાં રસ લઈ શકે નહીં એવી સંદિગ્ધ સ્થિતિ આખા દેશમાં ઊભી થઈ. આમાંથી સામસામે બે છાવણીઓ ગોઠવાઈ. પ્રવૃત્તિમાર્ગી નિવૃત્તિમાર્ગને અને નિવૃત્તિમાર્ગી પ્રવૃત્તિમાર્ગને વગોવે એવું કલુષિત વાતાવરણ ઊભું થયું અને કુટુંબના, સમાજના, રાજકારણના તેમ જ નીતિ અને અર્થને લગતા બધા જ પ્રશ્નોને એ વાતાવરણે પ્રસ્યા. આ સંઘર્ષ એટલે સુધી વધ્યો કે કુટુંબી કુટુંબમાં જીવવા છતાં, સમાજમાં રહેવા છતાં, રાજયની છાયામાં રહેવા છતાં તેની સાથે પોતાને લગવાડ નથી એમ માનતો થયો અને અકુટુંબી હોય તેઓ પણ કુટુંબીના વૈભવથી જરાય ઊતરતા રહેવામાં નાનમ માનતા થયા. આવી વસ્તુસ્થિતિમાંથી જ આખરે અનાસક્ત કર્મયોગનો વિચાર જન્મ્યો અને તે ચર્ચાતો, સ્પષ્ટ થતો એટલી હદ સુધી વિકસ્યો કે ગીતાના પ્રણેતામાં તે પૂર્ણપણે સોળે કળાએ અવતર્યો. આ વિચારે પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિમાર્ગનો સંઘર્ષ ટાળ્યો. પ્રવૃત્તિનું ઝેર અને નિવૃત્તિનું આલસ્ય બન્ને આનાથી ટળે છે, એ જ એની વિશિષ્ટતા છે. પ્રગતિ અને પ્રવૃત્તિ કરનાર મૂળ ધ્યેયથી દૂર દૂર ચાલ્યો જાય છે એવો ભાવ ભારતના લોહીમાં જોડાયેલો છે એ વાત સાચી છે. એ જ ભાવમાંથી નિવૃત્તિમાર્ગનો ઉદય થયો છે, એ માર્ગ વિકસ્યો પણ છે પણ એ નિવૃત્તિ પોતાનો બોજો બીજા પર નાખવા પૂરતી સિદ્ધ થઈ છે. હવે નિવૃત્તિનો અર્થ એથી ઊલટો થવો જોઈએ. બીજાનો બોજ ઊંચકી બીજાને આરામ આપવો, રાહત આપવી, અને એમ ન થાય ત્યાંયે પોતાનો બોજ તો બીજાના ઉપર નાખવો જ નહીં, એ નિવૃત્તિ હોવી જોઈએ. એનાથી જ કર્મયોગનો પાયો નાખી શકાય.”૧ સામાજિક, રાજકીય આદિ ક્ષેત્રો અને ધર્મ
જીવનનાં બધાં ક્ષેત્રોમાં ધર્મ વ્યાપ્ત હોવો જોઈએ. સામાજિક, ૧. એજન, પૃ.૬૩૫-૩૬૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org