________________
૨૨
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ છે. જૈનપરંપરામાં એવા પુરુષો પાકવાનો સંભવ જ નથી એમ માનવાને કોઈ કારણ નથી. ઊલટું એમ કહી શકાય કે જુદે જુદે સમયે એમાં પણ વિશિષ્ટ પુરુષાર્થી વ્યક્તિઓ પેદા થઈ છે. છતાં તે પરંપરાનું મૂળ બંધારણ જ એવું છે કે કોઈ એક સમર્થ વ્યક્તિ કોઈક ક્રાંતિકારી કામ વિચારે કે પ્રારંભે ત્યાં તો તત્કાળ કે થોડા વખત પછી તેનાં મૂળ જ ઊખડી જવાનાં. આને લીધે જૈનપરંપરામાં જે નવા નવા ફાંટા કાળક્રમે પડતા ગયા તે બધા આત્યંતિક નિવૃત્તિ અને ક્રિયાકાંડના આધાર ઉપર જ પડ્યા છે. એક પણ એવો ફાંટો નથી પડ્યો કે જેના પુરસ્કર્તાએ જૈન પરંપરામાં નિવૃત્તિધર્મને પ્રવૃત્તિધર્મનું વ્યવસ્થિત રૂપ આપવાની હિમાયત કરી હોય. આને લીધે શક્તિશાળી માણસોની પ્રતિભાને પરંપરામાં સમગ્ર પ્રકારની વિધાયક પ્રવૃત્તિઓ વિકસાવવાની તક મળતી નથી અને તેથી તે પરંપરા ગાંધી કે વિનોબાની કોટિના માણસોને ભાગ્યે જ જન્માવી કે પોષી શકે. માનવતા કે રાષ્ટ્રીયતાની દષ્ટિએ પણ આ એક પ્રત્યવાય જ કહેવાય.”
“કર્મ કરવું પણ ફળમાં આસક્તિ ન રાખવી એ વિષય જ ગીતાનો મુખ્ય પ્રતિપાદ્ય છે. આ વિષય ઉપસ્થિત કેવી રીતે થયો એ ખાસ વિચારણીય છે. પ્રવૃત્તિમાર્ગ જેમ બહુ જૂનો છે તેમ તે સર્વજનસાધારણ છે. અને જીવન માટે અનિવાર્ય પણ છે. હરકોઈ પ્રવૃત્તિ કરે છે તે કોઈ ને કોઈ ફલેચ્છાથી જ કરે છે. સામાન્ય અનુભવ જ એવો છે કે જયારે પોતાની ઇચ્છામાં બાધા આવતી દેખાય છે ત્યારે તે બાધાકારી સામે ઊકળી જાય છે, અધીરો બને છે અને અધીરાઈમાંથી વિરોધ અને વૈરનું બીજ રોપાય છે. અધીરો માણસ જ્યારે અકળામણ અને મૂંઝવણનો ભાર સહી નથી શકતો ત્યારે તે શાન્તિ ઝંખે છે; એને છેવટે અને સ્થૂળ દૃષ્ટિએ એમ જ લાગે છે કે આ પ્રવૃત્તિની ધૂંસરી, કામના બંધન અને ચાલુ જીવનની જવાબદારીથી છૂટું તો જ શાન્તિ મળે. આ માનસિક વૃત્તિમાંથી નિવૃત્તિમાર્ગ જન્મ્યો. દેખીતી રીતે તો નિવૃત્તિમાર્ગમાં પ્રવૃત્તિનો બોજો ઓછો થવાથી શાન્તિ એક રીતે જણાઈ, પણ જીવનનો ઊંડો વિચાર કર્યા વિના સ્થૂળ નિવૃત્તિમાર્ગ તરફ વળનારનો મોટો સંઘ ઊભો થતાં અને તે સંઘ દ્વારા નિવૃત્તિજન્ય ૧. ‘દર્શન અને ચિત્તન' ભાગ ૧, પૃ.૭૯-૮૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org