________________
૨૫
અનુવાદકની પ્રસ્તાવના માટે હોય તો તેની તે પણ શરત હોવી જોઈએ કે તેના દ્વારા સમાજ અને રાષ્ટ્રનું હિત સધાય અને તેનું પોષણ થાય. કોઈ પણ આધિભૌતિક કે દુન્યવી એવી મહાન વસ્તુ કે શોધ નથી કે જેની સિદ્ધિમાં તપ અને પરીપદોની જરૂર ન હોય... અને તપ કે પરીપહો દ્વારા કોઈ પણ વ્યાવહારિક પરિણામ લાવવું હોય ત્યારે, જો દૃષ્ટિ હોય તો, તેનાથી આધ્યાત્મિક પરિણામ તો આવે જ. ભગવાનનું તપ દ્વિમુખી છે. જો એને આચરનારમાં જીવનની કળા હોય તો તે મોટામાં મોટું વ્યાવહારિક પરિણામ આણવા ઉપરાંત આધ્યાત્મિક પરિણામ આણે જ છે. આની સાબિતી માટે ગાંધીજી બસ છે. એમના તપે અને પરીષહોએ રાજકીય અને સામાજિક ક્ષેત્રોમાં કેવાં કેવાં પરિણામો આક્યાં છે ! કેવી કેવી ચિરસ્થાયી ક્રાન્તિઓ જન્માવી છે અને લોકમાનસમાં કેટલો પલટો આણ્યો છે ! તેમ છતાં તેમણે પોતાના આધ્યાત્મિક જીવનમાંથી કશું જ ગુમાવ્યું નથી, ઊલટું તેમણે એ તપ અને પરીષહોની મદદથી જ પોતાનું આધ્યાત્મિક જીવન પણ ઉન્નત બનાવ્યું છે... આપણે આપણા એ વારસાનો ઉપયોગ રાષ્ટ્રના અભ્યદય અર્થે કે ન કરીએ? રાષ્ટ્રના અભ્યદય સાથે આપણે આધ્યાત્મિક શાન્તિ મેળવવી હોય તો વચ્ચે કોણ આડું આવે છે? પણ ન નાચનારીને આંગણું વાંકું એ ન્યાયે આપણાં આળસી અંગો આપણી પાસે એમ કહેવરાવે છે કે દેશકાર્યમાં શી રીતે પડીએ ? રાષ્ટ્રપ્રવૃત્તિ એ તો ભોગભૂમિકા છે અને અમે તો આધ્યાત્મિક કલ્યાણ સાધવા માંગીએ છીએ. ભોગભૂમિકામાં પડીએ તો એ શી રીતે સધાય ? ખરેખર આ કથનની પાછળ પુષ્કળ અજ્ઞાન રહેલું છે. જેનું મન સ્થિર હોય, જેને કંઈક કરી છૂટવું હોય એને માટે રાષ્ટ્રીય પ્રવૃત્તિ અને આધ્યાત્મિક કલ્યાણ વચ્ચે કશો જ વિરોધ નથી. જેમ શરીર ધારણ કરવા છતાં એનાથી આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે, તેમ ઇચ્છા અને આવડત હોય તો રાષ્ટ્રીય પ્રવૃત્તિ કરવા છતાં આધ્યાત્મિક કલ્યાણ સાધવું શક્ય છે અને જો ઇચ્છા અને આવડત ન હોય તો આધ્યાત્મિક કલ્યાણના નામે તપ તપવા છતાં તેનું પરિણામ ઊલટું જ આવે – જેવું આજે દેખાય છે... લડાઈ મારવાની નહિ પણ જાતે ખમવાની છે. જેલો હોય કે બીજું સ્થળ હોય. આજનું યુદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org