________________
અનુવાદકની પ્રસ્તાવના
૧૯ બ્રાહ્મણવર્ણના પુરોહિતપદનો કે ગુરુપદનો આત્યંતિક વિરોધ ન કર્યો, એ પરંપરાઓ ક્રમે ક્રમે બ્રાહ્મણધર્મના સર્વસંગ્રાહક ક્ષેત્રમાં એક યા બીજા રૂપે ભળી ગઈ. આથી ઊલટું, જૈન, બૌદ્ધ વગેરે જે પરંપરાઓએ વેદના પ્રામાણ્ય અને બ્રાહ્મણવર્ણના ગુરુપદના વિરોધનો આત્યંતિક આગ્રહ સેવ્યો એ પરંપરાઓ જો કે હંમેશને માટે બ્રાહ્મણધર્મથી જુદી જ રહી છે, છતાં પણ એમનાં શાસ્ત્રો તેમજ નિવૃત્તિધર્મ ઉપર બ્રાહ્મણપરંપરાની લોકસંગ્રાહક વૃત્તિનો એક કે બીજા રૂપે પ્રભાવ જરૂર પડ્યો છે. બીજી બાજુ શ્રમણપરંપરાના પ્રભાવના કારણે બ્રાહ્મણપરંપરામાં પણ સંન્યાસમાર્ગનું પ્રાધાન્ય દિવસે દિવસે વધતું ગયું અને છેવટે બન્નેના સમન્વયરૂપે ચાર આશ્રમની વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. વચલા અનેક ગાળાઓમાં આ બન્ને વહેણોની દિશા ફંટાતી કે ફંટાયા જેવી લાગતી. ક્યારેક એમાં સંઘર્ષ પણ જન્મતો પણ તેમનો આત્મલક્ષી પ્રવાહ છેવટે સમગ્ર વિશ્વમાં ચેતનતત્ત્વ છે, અને એવું તત્ત્વ બધા દેહધારીઓમાં સ્વભાવે સમાન જ છે એ સ્થાપનામાં વિરમ્યો. તેથી જ તેણે પૃથ્વી, પાણી અને વનસ્પતિ સુધ્ધાંમાં ચેતનતત્ત્વ નિહાળ્યું અને અનુભવ્યું. બીજી બાજુ, પ્રકૃતિલક્ષી બીજો વિચારપ્રવાહ વિશ્વનાં અનેક બાહ્ય પાસાને સ્પર્શતો સ્પર્શતો અંતર તરફ વળ્યો અને એણે ઉપનિષદકાળમાં એ સ્પષ્ટપણે સ્થાપ્યું કે જે અખિલ વિશ્વના મૂળમાં એક સત્ કે બ્રહ્મ તત્ત્વ છે, તે જ દેહધારી જીવવ્યક્તિમાં પણ છે. આમ પહેલા પ્રવાહમાં વ્યક્તિગત ચિન્તન સમગ્ર વિશ્વના સમભાવમાં પરિણમ્યું અને તેને આધારે જીવનનો
આચારમાર્ગ પણ ગોઠવાયો. બીજી બાજુ વિશ્વના મૂળમાં દેખાયેલું 'પરમતત્ત્વ તે જ વ્યક્તિગત જીવ છે. જીવવ્યક્તિ પરમતત્ત્વથી ભિન્ન છે જ નહીં, એવું અદ્વૈત પણ સ્થપાયું અને અંતને આધારે જ અનેક આચારોની યોજના પણ થઈ.” પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિમાર્ગ
બાહ્મણપરંપરા પ્રવૃત્તિમાર્ગ છે અને શ્રમણપરંપરા નિવૃત્તિમાર્ગ છે ૧. ‘ર્શન મૌર વિન્તન’, ખંડ ૨, પૃ.૧૧૯. ૨. “જૈન ધર્મનો પ્રાણ', પૃ.૨૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org