________________
૧૮
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ અને કોઈ પણ ખરો અભ્યાસી ભાગ્યે જ આથી જુદું કહેશે. જો જૈન ધર્મ એ વિશાળ હિંદુ ધર્મની એક શાખા કે ફાંટો જ છે તો પછી હિંદુ સમાજથી જૈન સમાજ જુદો છે એમ માનવાને કશો જ આધાર નથી.” હિંદુ ધર્મના મુખ્ય બે પ્રવાહો
હિંદુ ધર્મના મુખ્ય બે પ્રવાહો છે – એક બાહ્મણ અને બીજો શ્રમણ શ્રમણ પ્રવાહમાં સાંખ્ય, જૈન, બૌદ્ધ, આજીવક વગેરેનો સમાવેશ થાય છે. બ્રાહ્મણ પ્રવાહમાં વૈદિક ધર્મની અનેક શાખાઓ સમાવેશ પામે છે. બ્રાહ્મણપરંપરા જાતિવાદપોષક છે, જ્યારે શ્રમણપરંપરા જાતિવાદવિરોધી છે. બ્રાહ્મણ પરંપરાનું ધ્યેય અભ્યદય અર્થાત્ ઐહિક સમૃદ્ધિ છે, જયારે શ્રમણપરંપરાનું ધ્યેય નિઃશ્રેયસ છે. અભ્યદયના સાધન તરીકે યજ્ઞીય હિંસાને બ્રાહ્મણપરંપરા સ્વીકારે છે, જ્યારે શ્રમણપરંપરા નિઃશ્રેયસના સાધન તરીકે અહિંસાને સ્વીકારે છે. બ્રાહ્મણપરંપરા ગૃહસ્થાશ્રમકેન્દ્રિત અને પ્રવૃત્તિલક્ષી છે, જયારે શ્રમણપરંપરા સંન્યાસકેન્દ્રિત અને નિવૃત્તિલક્ષી છે. શ્રમણપરંપરા આત્મલક્ષી રહી છે જયારે બ્રાહ્મણપરંપરા બાહ્યલક્ષી અર્થાત્ પ્રકૃતિલક્ષી રહી છે.
બ્રાહ્મણપરંપરા અને શ્રમણપરંપરા એકબીજાના પ્રભાવથી સાવ અલિપ્ત રહી નથી. નાની-મોટી બાબતોમાં એકનો પ્રભાવ બીજા ઉપર ઓછાવત્તા પ્રમાણમાં પડેલો જોવા મળે છે. દાખલા તરીકે, શ્રમણધર્મની સામ્યદષ્ટિમૂલક અહિંસાભાવનાનો બ્રાહ્મણપરંપરા ઉપર ક્રમે ક્રમે એટલો પ્રભાવ પડ્યો છે કે, જેથી યજ્ઞીય હિંસાનું સમર્થન કેવળ પ્રાચીન શાસ્ત્રીય ચર્ચાનો વિષય જ બની ગયું છે; વ્યવહારમાં યજ્ઞીય હિંસા લુપ્ત જેવી થઈ ગઈ છે. અહિંસા અને “સર્વમૂતહિતે રત:' સિદ્ધાન્તનો પૂર્ણ આગ્રહ રાખવાવાળી સાંખ્ય, યોગ, ઔપનિષદ, અવધૂત, સાત્વત વગેરે જે પરંપરાઓએ બ્રાહ્મણપરંપરાના પ્રાણરૂપ વેદોના પ્રામાણ્યનો અને ૧. “ર્શન મૌર વિન્તન', ખંડ ૨, પૃ.૧૧૬-૧૧૯. ૨. “ર્શન ઔર વિન્તન”, ખંડ ૧, પૃ.૩૮-૩૯. ૩. જૈન ધર્મનો પ્રાણ', પૃ.૨૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org