________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ વિના સર્વત્ર લાગુ કરી શકવા જેવી ઉદાત્ત બનાવી. આ બધાં પહેલાં પણ ઇરાનમાં જરથુષ્ટ્ર નવું દર્શન આપેલું. અંદરોઅંદર લડી મરતા અને વહેમથી ઘેરાયેલા આરબ કબીલાઓમાં સંપ સ્થાપનારી અને વહેમમુક્ત કરનારી ધર્મદષ્ટિ મહંમદ પયગંબરમાં વિકસી.
વેદોમાં પ્રકૃતિની દિવ્ય શક્તિઓ પ્રત્યે અહોભાવયુક્ત ભક્તિનું મંગળ તત્ત્વ ઉભવ્યું. પરંતુ વેદમાં આ ભક્તિ દ્વારા વ્યક્ત થતી ધર્મદષ્ટિ મુખ્યપણે સકામ રહી. વેદના સૂક્તકર્તાઓ દિવ્ય શક્તિ પાસે પુત્ર, પશુ, દીર્ઘ આયુષ્ય અને ઐહિક આબાદીની માગણી કરે છે. સકામતાની આ ભૂમિકા બ્રાહ્મણકાળમાં પુષ્ટ થાય છે.
પરંતુ ઉપનિષદોમાં, જૈન આગમોમાં અને પાલિ પિટકોમાં આ સકામ ધર્મદષ્ટિનું સ્થાન અકામ ધર્મદષ્ટિ લે છે. પોતાના માટે બીજા કરતાં ચડિયાતા સુખભોગો વાંછવા એ કંઈ ધર્મદષ્ટિ ન કહેવાય એવું આ તપસ્વીઓ અને ઋષિઓને લાગ્યું. તેમણે પોતાની જાતને વાસનાઓ અને કામનાઓથી શુદ્ધ કરી સર્વ પ્રાણીઓ સાથે એકતા કેળવવાની વાત કરી. કામમુક્તિવાળી કે વાસનાનિવૃત્તિવાળી અકામ ધર્મદષ્ટિની બાબતમાં એવી વિચારણા થઈ કે આ ધર્મદષ્ટિ કુટુંબ કે સમાજમાં સાધી ન શકાય. પરિણામ એ આવ્યું કે કામત્યાગ કે વાસનાત્યાગ કરતાં વિશેષે તેનાં સાધન માની લીધેલા કુટુંબત્યાગ અને સમાજત્યાગ (સંસારત્યાગ) ઉપર ભાર મૂકાયો. આમ પ્રવૃત્તિયાગ અને અકર્મણ્યતામાં અકામધર્મદષ્ટિ વિકૃત થઈ. ઈશાવાસ્ય ઉપનિષદે બીજાની સગવડનો ખ્યાલ રાખી જીવન જીવો અને કોઈના ધન પ્રત્યે ન લોભાઓ એમ ઉપદેશી અને ગીતાએ અનાસક્ત કર્મયોગના સિદ્ધાન્તની સ્થાપના કરી નિષ્કામ ધર્મદષ્ટિનો ખરો અર્થ દર્શાવ્યો.
મહાવીર અને બુદ્ધ તૃષ્ણાદોષ અને તન્યૂલક બીજા દોષો દૂર કરવા સાધના કરી. સામાન્ય સમાજે આમાંથી ધર્મના માત્ર નિષેધાત્મક અંશને ગ્રહ્યો અને વિકસાવ્યો અને વિધાયક – ભાવાત્મક અંશને વિકસાવવા તરફ દુર્લક્ષ્ય કર્યું. આવી દશા હતી ત્યારે જ વળી
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org