________________
અનુવાદકની પ્રસ્તાવના ધર્મદષ્ટિનું ઊર્ધ્વીકરણ
પંડિતજીએ આ વિશે કેટલીક રોચક અને પ્રેરક વિચારણા કરી છે. તેમના મતે જિજીવિષામાંથી સામુદાયિક વૃત્તિનો ઉદ્ભવ થાય છે કારણ કે તેમાં પ્રાણી સ્વપોષણ અને સ્વરક્ષણ દેખે છે. આ સામુદાયિક વૃત્તિમાંથી પ્રાણી પોતપોતાના નાનામોટા જૂથ માટે કાંઈ ને કાંઈ કરી છૂટવાનું શીખે છે. આમ સામુદાયિક વૃત્તિમાંથી ધર્મવૃત્તિ પ્રગટે છે. પરંતુ આ ધર્મવૃત્તિ સ્થૂળ હોય છે. તે પરંપરાગત રૂઢ સંસ્કારોથી પ્રેરાતી હોય છે. તેમાં સમજ કે વિવેકનું તત્ત્વ વિકસ્યું હોતું નથી.
મનુષ્યપ્રાણી જ એક એવું છે કે જેમાં જિજ્ઞાસાવૃત્તિ, સંકલ્પશક્તિ, સારા-નરસાનો વિવેક કરવાની શક્તિ, સ્મરણશક્તિ અને ધ્યેયસિદ્ધિનો પુરુષાર્થ હોય છે. જિજ્ઞાસાવૃત્તિથી તે જ્ઞાન સંપાદન કરે છે, વિવેકશક્તિથી કર્તવ્ય-અકર્તવ્યનો નિર્ણય કરે છે, સંકલ્પશક્તિથી નિર્ણય અનુસાર ધ્યેય નક્કી કરે છે અને પુરુષાર્થ કરી તે ધ્યેય સિદ્ધ કરે છે. સ્મરણશક્તિથી તે આગલી પેઢીઓના વારસામાં પોતાનો ફાળો આપી તે વારસાને સમૃદ્ધ કરે છે. જ્ઞાન, વિવેક, સ્મરણશક્તિ અને સંકલ્પશક્તિથી પોતાના નિર્ણયોનું શોધન કરે છે, બદલે છે અને સુધારે છે. આમ મનુષ્યમાં ધર્મદષ્ટિ સ્થૂળરૂપમાંથી સૂક્ષ્મરૂપમાં પરિણત થાય છે.
ગ્રીસમાં વિદ્યાઓ અને કળાઓનો અદ્ભૂત વિકાસ થયો હતો તેવે વખતે સોક્રેટીસ નામની એક વ્યક્તિમાં ધર્મદષ્ટિ ખૂબ વિકસી હતી અને તેની ધર્મદષ્ટિએ કળાઓ અને વિદ્યાઓને એક નવું જ પરિમાણ બક્ષ્ય અને તેમને નવું જ મૂલ્ય આપ્યું. 1 યહોવાહે મૂસાને આપેલો ઉપદેશ માત્ર યહૂદી લોકોના ઉદ્ધાર પૂરતો હતો અને બીજી સમકાલીન જાતિઓનો વિનાશ પણ સૂચવતો હતો. પરંતુ એ જ જાતિમાં પાકેલા ઈસુ ખ્રિસ્તની ધર્મદષ્ટિએ જુદું જ રૂપ ધર્યું. ઈસુએ ધર્મની બધી જ આજ્ઞાઓનું શોધન કર્યું તેમ જ દેશકાળના ભેદ ૧. એજન, પૃ.૭૨-૭૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org