________________
૧૪ -
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ પણ એકવાર આચાર સ્થપાયા પછી તેની પ્રેરક દષ્ટિમાં ફરી કોઈ સંશોધન કરે ત્યારે નવા સંશોધન પ્રમાણે પુનઃ આચાર જલદી જલદી બદલાતો નથી. એટલે દૃષ્ટિમાં સંશોધનો થતાં રહે છે અને જૂની આચારપ્રણાલીઓ પણ ચાલુ રહે છે. તત્ત્વજ્ઞાન આગળ વધે છે અને આચાર પાછળ જ પડ્યો રહે છે.” ધર્મબીજ, તેનો વિકાસ અને ધર્મનું ધ્યેય
સૌ પ્રાણીઓમાં રહેલી જિજીવિષાને પંડિતજી ધર્મનું બીજ માને છે. આ જિજીવિષા જ પ્રાણીઓને સ્વહિતાર્થે નાનાં-મોટાં જૂથો રચવા પ્રેરે છે અને સમુદાયમાં જીવવા ફરજ પાડે છે. આ જિજીવિષાજન્ય સામુદાયિક વૃત્તિ ધર્મબીજનો આધાર છે. એટલે પંડિતજીના મતે “ધર્મબીજનું સામાન્ય અને સંક્ષિપ્ત સ્વરૂપ એ જ છે કે વૈયક્તિક અને સામુદાયિક જીવનને માટે જે અનુકૂળ હોય એ કરવું અને જે પ્રતિકૂળ હોય એ ટાળવું કે એનાથી બચવું.”
સામુદાયિક વૃત્તિનું વર્તુળ જેમ મોટું તેમ ધર્મબીજનો વિકાસ વધુ. દેશ, કાળ, જાતિ ભાષા, વેશ, આચાર આદિની સીમાઓથી પર થયેલી સામુદાયિક વૃત્તિ એ ધર્મબીજનો પૂર્ણ વિકાસ ગણાય. જે સામુદાયિક વૃત્તિ જન્મસિદ્ધ છે એનો બુદ્ધિ અને વિવેકપૂર્વક અધિકાધિક એવો વિકાસ કરવામાં આવે કે તે સૌના હિતમાં પરિણત થાય, આ જ ધર્મબીજનો માનવજાતિમાં સંભવિત વિકાસ છે. એટલે જ ધર્મના ધ્યેયની વાત કરતા પંડિતજી કહે છે, “દરેકને પોતાના વૈયક્તિક અને સામાજિક કર્તવ્યનું ઠીક ઠીક ભાન, કર્તવ્ય પ્રત્યેની જવાબદારીમાં રસ અને એ રસને મૂર્ત કરી દેખાડવા જેટલા પુરુષાર્થની જાગૃતિ હોવી એને જ ધર્મનું ધ્યેય માનવું જોઈએ.૪
૧. ‘દર્શન અને ચિત્તન', ભાગ ૧, પૃ.૧૦૯૭. ૨-૩. “ર્શન મૌર વિન્તન', ખંડ ૧, પૃ.૩-૬. જુઓ આ અનુવાદગ્રન્થનું પ્રકરણ
“ધર્મબીજ અને તેનો વિકાસ'. ૪. “દર્શન અને ચિન્તન', ભાગ ૧, પૃ.૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org