________________
અનુવાદકની પ્રસ્તાવના ન ખીલ્યું. બીજી બાજુ, આપણે એ પણ જાણીએ છીએ કે સેમેટિક (યહુદી, આરબ આદિ) પ્રજામાં મુખ્યપણે શ્રદ્ધાબળ પ્રગટ્યું. તેથી ત્યાં ખાસ ખાસ માન્યતાઓને જીવનમાં વણી લેવાનો પુરુષાર્થ વિશેષ થયો. ગ્રીસની સૂક્ષ્મ બુદ્ધિ શ્રદ્ધામૂલક ધર્મના યોગ્ય ટેકા વિના માત્ર ફિલસૂફીમાં મુખ્યપણે પરિણમી, તો સેમેટિક પ્રજાની શ્રદ્ધામૂલક ધર્મવૃત્તિ તત્ત્વચિન્તનના સમર્થ પ્રકાશની મદદ વિના ગતિશૂન્ય ચોકઠામાં મુખ્યપણે પુરાઈ રહી. અલબત્ત, એ બન્ને દાખલાઓમાં થોડાક અપવાદો તો મળી જ આવવાના. ભારતની સ્થિતિ પહેલેથી સાવ જુદી રહી છે. વેદકાળ કે ત્યાર પછીના કાળમાં બુદ્ધિ અને શ્રદ્ધાની જે જે ભૂમિકા રચાતી આવી છે ત્યાં સર્વત્ર શ્રદ્ધામૂલક ધર્મ અને બુદ્ધિમૂલક તત્ત્વચિન્તન એ બન્ને સાથે જ ખીલતા રહ્યાં છે. ક્યારેક કોઈ વર્તુલમાં શ્રદ્ધાનું ચોકઠું વધારે સખત થયું કે તે વર્તુલનાં આન્તરિક કે બહારનાં બળોમાંથી એક નવું તત્ત્વચિન્તન પ્રગટે કે જેને લીધે એ સખત ચોકઠું પાછું ઢીલું પડે અને તત્ત્વચિન્તનની દોરવણી પ્રમાણે નવેસર રચાય. એ જ રીતે જયારે કોઈ વર્તુળમાં બુદ્ધિમૂલક વિચારનો સ્વૈરવિહાર જીવનગત આચરણની ભૂમિકાથી તદ્દન જુદો પડી જાય ત્યારે એ વર્તુલનાં આન્તરિક કે તેની બહારનાં બળોમાંથી એવી શ્રદ્ધામૂલક ધર્મભાવના પ્રગટે કે તે વિચારના સ્વૈરવિહારને આચાર સાથે યોગ્ય રીતે સાંકળીને જ જંપે. આ રીતે ભારતીય જીવનમાં શ્રદ્ધામૂલક ધર્મ યા આચાર, બુદ્ધિમૂલક તત્ત્વવિચારના પ્રકાશથી અજવાળાતો રહ્યો છે, ગતિ પામતો રહ્યો છે; વિશેષ અને વિશેષ ઉદાત્ત બુદ્ધિમૂલક તત્ત્વવિચાર શ્રદ્ધામૂલક ધર્મના પ્રયોગની મદદથી વિશેષ અને વિશેષ યથાર્થતાની કસોટીએ પરખાતો રહ્યો છે. તેથી જે બધી ભારતીય પરંપરાઓમાં વિચાર અને આચાર બન્નેનું સમ્મિલિત સ્થાન અને માન છે.'
પંડિતજીએ બીજા એક મહત્ત્વના સત્ય તરફ આપણું ધ્યાન ખેંચ્યું છે કે ચિન્તન યા વિચાર આચાર કરતાં હંમેશા આગળ હોય છે. તત્ત્વજ્ઞાન કે દષ્ટિસંશોધન આચાર ઘડે છે. આચારનું પીઠબળ જ એ છે.
૧. ‘દર્શન અને ચિન્તન', ભાગ ૧, પૃ.૬૮૩-૬૮૪.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org