________________
ધર્મ અને વિદ્યાનું તીર્થ – વૈશાલી
૧૧૯ રૂઢિઓનો આદર કરે છે. કોઈ પણ સમાજ પ્રચલિત રૂઢિઓનું સર્વથા ઉમૂલન કરીને જીવી શકતો નથી. સમભિરૂઢ નયમાં રૂઢિના અનુસરણનો ભાવ તાત્ત્વિક દષ્ટિએ ઘટાવવામાં આવ્યો છે. સમાજ, રાજય અને ધર્મની વ્યવહારગત અને સ્થૂળ વિચારસરણી યા વ્યવસ્થા ગમે તે કેમ ન હોય પરંતુ તેમાં સત્યની પારમાર્થિક દષ્ટિ ન હોય તો તે ન તો જીવી શકે છે કે ન તો પ્રગતિ કરી શકે છે. એવભૂતનય આ જ પારમાર્થિક દૃષ્ટિનો સૂચક છે જે તથાગતના ‘તથા’ શબ્દમાં યા ઉત્તરકાલીન મહાયાનના ‘તથતા’ શબ્દમાં નિહિત છે. જૈન પરંપરામાં ‘તહત્તિ’ શબ્દ તે યુગથી આજ સુધી પ્રચલિત છે, જે શબ્દ એટલું જ સૂચવે છે કે સત્ય જેવું છે તેવું જ અમે સ્વીકારીએ છીએ.
બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન આદિ અનેક પરંપરાઓના પ્રાપ્ય ગ્રન્થોમાંથી તથા સુલભ સિક્કાઓમાંથી અને ઉત્પનનમાં મળી આવેલી અન્યાન્ય સામગ્રીમાંથી જ્યારે આપણે પ્રાચીન આચાર-વિચારોનો, સંસ્કૃતિના વિવિધ અંગોનો, ભાષાનાં અંગ-પ્રત્યંગોનો અને શબ્દના અર્થોના ભિન્ન ભિન્ન સ્તરોનો વિચાર કરીશું ત્યારે કદાચ આપણને ઉપરની તુલના પણ કામ આપી શકે. એ દષ્ટિએ મેં અહીં સંકેત કરી દીધો છે. બાકી તો જયારે આપણે ઉપનિષદો, મહાભારત-રામાયણ જેવાં મહાકાવ્યો, પુરાણો, પિટકો, આગમો અને દાર્શનિક સાહિત્યનું તુલનાત્મક અધ્યયન મોટા પાયે કરીશું ત્યારે અનેક એવાં રહસ્યો જાણમાં આવશે જે સૂચવશે કે આ બધો
તો કોઈ એક વટબીજનો વિવિધ વિસ્તાર માત્ર છે. - અધ્યયનનો વિસ્તાર
પાશ્ચાત્ય દેશોમાં પ્રાચ્યવિદ્યાના અધ્યાપન આદિનો વિકાસ થયો છે તેમાં અવિશ્રાન્ત ઉદ્યોગ ઉપરાન્ત વૈજ્ઞાનિક દષ્ટિ, જાતિ અને પન્થભેદથી ઉપર ઊઠી વિચારવાની વૃત્તિ અને સર્વાગીણ અવલોકન એ મુખ્ય કારણો છે. આપણે આ માર્ગને અપનાવવો જોઈશે. આપણે બહુ જ થોડા સમયમાં અભીષ્ટ વિકાસ કરી શકીએ છીએ. આ દષ્ટિએ વિચારું છું તો કહેવાનું મન થાય છે કે આપણે ઉચ્ચ વિદ્યાના વર્તુળમાં અવેસ્તા આદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org