________________
૧૨૦
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ જરથુસ્ત પરંપરાના સાહિત્યનો સમાવેશ કરવો જોઈશે. એટલું જ નહિ પણ ઇસ્લામી સાહિત્યને પણ સમુચિત સ્થાન દેવું જોઈશે. જ્યારે આપણે આ દેશમાં રાજકીય અને સાંસ્કૃતિક દૃષ્ટિએ હળીમળી ગયા છીએ યા અવિભાજયપણે સાથે રહીએ છીએ ત્યારે આપણે તે જ ભાવથી બધી વિદ્યાઓને સમુચિત સ્થાન દેવું જોઈશે. બિહાર યા વૈશાલી-વિદેહમાં ઇસ્લામી સંસ્કૃતિનું કાફી સ્થાન છે. અને પટના, વૈશાલી આદિ બિહારનાં સ્થાનોના ઉત્પનનમાં તાતા જેવા પારસી ગૃહસ્થ મદદ કરે છે એ પણ આપણે ભૂલવું ન જોઈએ. ભૂદાનમાં સહયોગ
આચાર્ય વિનોબાજીની ઉપસ્થિતિએ આખાય દેશનું ધ્યાન હમણાં હમણાં બિહારની તરફ ખેંચ્યું છે. જણાય છે તો એવું કે તેઓ પુરાણા અને નવીન અહિંસાના સંદેશને લઈને બિહારમાં વૈશાલીની ધર્મભાવનાને મૂર્ત કરી રહ્યા છે. બિહારના નિવાસી સ્વભાવે સરળ જણાયા છે. ભૂદાનયજ્ઞ એ તો અહિંસાની ભાવનાનું એક પ્રતીક માત્ર છે. સાચા અર્થમાં તેની સાથે કેટલીય વાતો અનિવાર્યપણે જોડાયેલી છે જેમના વિના નવભારતનું નિર્માણ સંભવતું નથી. જમીનદારો જમીનનું દાન કરે, ધનવાનો સંપત્તિનું દાન કરે, પરંતુ એ ઉપરાંત પણ આત્મશુદ્ધિ અનેક રીતે કરવી જરૂરી છે. આજે ચારે તરફ રિશ્વતખોરી અને ભ્રષ્ટાચારની ફરિયાદો ઊઠી રહી છે. બિહારના રાજતંત્રવાહકો આ ક્ષતિને નિર્મૂળ કરશે તો તે કાર્ય વિશેષ આશીર્વાદરૂપ સિદ્ધ થશે, અને દેશના અન્ય ભાગોમાં બિહારની આ પહેલ અનુકરણીય બનશે. ઉપર જે કંઈ કહેવામાં આવ્યું છે તે બધું મહાવીર, બુદ્ધ, ગાંધીજી વગેરેની સમ્મિલિત અહિંસાભાવનામાંથી જ ફલિત થાય છે, જે દરેક મહાવીરજન્મજયન્તી પર ઉપયુક્ત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org