________________
૧૦૬
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ મિત્રતામાં સ્થિર નથી. બે પરસ્પરના શત્રુ પણ અચાનક જ મિત્ર બની જાય છે, એટલું જ નહિ પણ શાસિત શાસક બની જાય છે અને શાસક શાસિત. સામાજિક સંબંધ ગમે તેટલો નિકટનો અને લોહીનો કેમ ન હોય તેમ છતાં તે સ્થાયી નથી. આપણે બેચાર પેઢી દૂરના સંબંધીઓને લગભગ ભૂલી જઈએ છીએ. જો સંબંધીઓ વચ્ચે સ્થાનનું અંતર પડી જાય કે આવવાજવાનું ન રહે તો બહુધા એક કુટુંબની વ્યક્તિઓ પણ પારસ્પરિક સંબંધને ભૂલી જાય છે. પરંતુ ધર્મ અને વિદ્યાના સંબંધની વાત નિરાળી છે. કોઈ એક ધર્મના અનુયાયી, ભાષા, જાતિ, દેશ વગેરે બાબતોમાં તે જ ધર્મના બીજા અનુયાયીથી તદ્દન જુદો હોય તો પણ તેમની વચ્ચે ધર્મનો તંતુ એવો હોય છે જાણે કે તેઓ એક જ કુટુંબના હોય. ચીન, તિબેટ જેવા દૂરવર્તી દેશોના બૌદ્ધો જયારે શ્રીલંકા, બર્મા આદિના બૌદ્ધોને મળશે ત્યારે તેઓ આત્મીયતાનો અનુભવ કરશે. ભારતમાં જન્મેલો અને ઉછરેલો મુસલમાન મક્કા અને મદીનાના મુસલમાન આરબો સાથે ઘનિષ્ઠતાનો અનુભવ કરશે. આ સ્થિતિ બધા જ ધર્મોની લગભગ દેખવામાં આવે છે. ગુજરાત, રાજસ્થાન, દૂર દક્ષિણ, કર્ણાટક આદિના જૈનો કેટલીય બાબતોમાં ભિન્ન કેમ ન હોય પરંતુ તેઓ બધા ભગવાન મહાવીરના ધર્માનુયાયીના સંબંધે પોતાનામાં પૂર્ણ એકતાનો અનુભવ કરે છે. ભગવાન મહાવીરના અહિંસાપ્રધાન ધર્મનું પોષણ તથા તેનો પ્રચાર વૈશાલી અને વિદેહમાં જ મુખ્યપણે થયો છે. જેમ ચીની, બર્મી આદિ બૌદ્ધો સારનાથ, ગયા વગેરેને પોતાનાં જ સ્થાન સમજે છે તેવી જ રીતે દૂર-દૂરના જૈનો મહાવીરના જન્મસ્થાન વૈશાલીને પણ પોતાનું મુખ્ય ધર્મસ્થાન સમજે છે અને મહાવીરના અનુયાયીના સંબંધે વૈશાલીમાં તથા તેવી જ રીતે અન્ય તીર્થોમાં બિહારમાં આત્મીયતાથી એકબીજાને મળે છે. તેમના માટે બિહાર અને ખાસ કરીને વૈશાલી મક્કા યા જેરુસલેમ છે. આ ધાર્મિક સંબંધ સ્થાયી હોય છે. કાળના અનેક પ્રહારો પણ તેને ક્ષીણ નથી કરી શક્યા અને કદી કરી શકશે પણ નહિ. ઊલટું જેમ જેમ અહિંસાની સમજ અને તેનો પ્રચાર વધતો જશે તેમ તેમ જ્ઞાતૃપુત્ર મહાવીરની જન્મભૂમિ વિશેષ અને વિશેષ તીર્થરૂપ બનતી જશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org