________________
ધર્મ અને વિદ્યાનું તીર્થ – વૈશાલી
૧૦૭ આપણે લોકો પૂર્વના નિવાસી છીએ. સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ આદિ પશ્ચિમના નિવાસી છે. બુદ્ધ, મહાવીર, કણાદ, અક્ષપાદ, શંકર, વાચસ્પતિ વગેરે ભારતના સપૂતો છે જેમને યુરોપ, અમેરિકા આદિ દેશો સાથે કોઈ જાતનો સંબંધ નથી. તેમ છતાં પશ્ચિમ અને પૂર્વના સંબંધને કદી ક્ષણ ન થવા દેનારું તત્ત્વ કર્યું છે, એવો કોઈ પ્રશ્ન કરે તો તેનો જવાબ એક જ છે કે તે તત્ત્વ વિદ્યાનું છે. જુદા જુદા ધર્મવાળા પણ વિદ્યાના સંબંધે એક થઈ જાય છે. લડાઈ, આર્થિક ખેંચતાણ, માન્યતા આદિ અનેક વિઘાતક આસુરી તત્ત્વો આવે તો છે, પણ વિદ્યા જ એવી ચીજ છે જે બધી જુદાઈઓમાં પણ મનુષ્ય-મનુષ્યને એકબીજા પ્રતિ આદરશીલ બનાવે છે. જો વિદ્યાનો સંબંધ આવો ઉજ્જવલ અને સ્થિર છે તો કહેવું પડે કે વિદ્યાના સંબંધે પણ વૈશાલી-વિદેહ અને બિહાર બધાંને એકસૂત્રમાં પરોવશે કેમ કે તે વિદ્યાનું પણ તીર્થ છે.
મહાત્મા ગાંધીજીએ અહિંસાની સાધના શરૂ તો કરી દક્ષિણ આફ્રિકામાં, પરંતુ તે અનોખા ઋષિશાસ્ત્રનો સીધો પ્રયોગ તેમણે પહેલવહેલો ભારતમાં શરૂ કર્યો અને તે પણ વિદેહક્ષેત્રમાં. પ્રજાની અન્નક્ષેતનામાં જે અહિંસાનો વારસો સુષુપ્ત પડ્યો હતો તે ગાંધીજીના એક મૌન પોકારથી જાગી ઊઠ્યો અને કેવળ ભારતનું જ નહિ પણ દુનિયાભરનું ધ્યાન જોતજોતામાં ચંપારણ-બિહારની તરફ ખેંચાયું અને મહાવીર તથા બુદ્ધના સમયમાં જે ચમત્કાર આ વિદેહમાં થયા હતા તે જ ગાંધીજીના કારણે પણ જોવા મળ્યા. જેમ અનેક ક્ષત્રિયપુત્ર, ગૃહપતિપુત્ર અને બ્રાહ્મણપુત્ર તથા પુત્રીઓ બુદ્ધ અને મહાવીરની પાછળ પાગલ થઈને નીકળી પડ્યાં હતાં તેવી જ રીતે કેટલાય અધ્યાપકો, વકીલો, જમીનદારો અને અન્ય સમજદાર સ્ત્રીપુરુષ ગાંધીજીના પ્રભાવ નીચે આવ્યાં. જેમ તે પુરાણા યુગમાં કરુણા તથા મૈત્રીનો સાર્વત્રિક પ્રચાર કરવા માટે સંઘો રચાયા હતા તેવી જ રીતે સત્યાગ્રહને સાર્વત્રિક બનાવવાના ગાંધીજીના સ્વપ્રમાં સીધો સાથ દેનારો એક મોટો સંઘ રચાયો જેમાં વૈશાલી-વિદેહયા બિહારના સપૂતોનો સાથ બહુ જ મહત્ત્વ ધરાવે છે. એટલે હું નવયુગીન દષ્ટિએ પણ આ સ્થાનને ધર્મ તથા વિદ્યાનું તીર્થ સમજું છું અને આ ભાવનાથી જ હું બધું વિચારું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org