________________
નવમું અધ્યયન ધર્મ અને વિદ્યાનું તીર્થ – વૈશાલી
ઉપસ્થિત સજ્જનો,
જ્યારથી વૈશાલી સંઘની પ્રવૃત્તિઓ વિશે થોડુઘણું જાણતો રહ્યો છું . ત્યારથી જ તેના પ્રત્યે મારો સદ્ભાવ ઉત્તરોત્તર વધતો રહ્યો છે. આ સદ્ભાવ છેવટે મને અહીં લઈ લાવ્યો છે. મેં વિચારીને એ નિશ્ચય કર્યો કે જો સંઘ પ્રત્યે મારે મારો સદ્ભાવ પ્રગટ કરવો હોય તો મારા માટે સંતોષપ્રદ માર્ગ એ જ છે કે હું મારા જીવનમાં અધિક વાર નહિ તો ઓછામાં ઓછું એક વાર તો તે સંઘની પ્રવૃત્તિઓમાં સીધો ભાગ લઉં. સંઘના સંચાલકો પ્રતિ આદર અને કૃતજ્ઞતા દર્શાવવાનો સીધો માર્ગ પણ આ જ છે. માનવમાત્રનું તીર્થ
દીર્ઘતપસ્વી મહાવીરની જન્મભૂમિ અને તથાગત બુદ્ધની ઉપદેશભૂમિ હોવાના કારણે વૈશાલી વિદેહનું પ્રધાન નગર રહ્યું છે. તે - કેવળ જૈન અને બૌદ્ધોનું જ નહિ પરંતુ માનવજાતિનું એક તીર્થ બની ગયું છે. ઉક્ત બન્ને શ્રમણવીરોએ કરુણા તથા મૈત્રીનો જે વારસો પોતપોતાના તત્કાલીન સંધો દ્વારા માનવજાતિને આપ્યો હતો તેનો કાલક્રમે ભારતમાં અને ભારતની બહાર એટલો વિકાસ થયો છે કે આજનો કોઈ પણ માનવતાવાદી વૈશાલીના ઇતિહાસ તરફ ઉદાસીન રહી શકે નહિ.
માનવજીવનમાં સંબંધ તો અનેક છે પરંતુ ચાર સંબંધ એવા છે જે ધ્યાન ખેંચે છે – રાજકીય, સામાજિક, ધાર્મિક અને વિદ્યાવિષયક. આ ચારમાંથી પહેલા બે સ્થિર નથી. બે મિત્ર નરપતિ કે બે મિત્ર-રાજ્ય ક્યારેય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org