________________
૧૦૪
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ અહિંસા, સ્ત્રી સમાનતા, વર્ગસમાનતા, નિવૃત્તિ અને અનેકાન્ત દષ્ટિ ઇત્યાદિ પોતાના વારસાગત પુરાણા સિદ્ધાન્તોને ક્રિયાશીલ અને સાર્થક સાબિત કરી શકે છે.
જૈન પરંપરામાં “વૃક્ષો વા વિષ્ણુર્વા દરો નિનો વા નમસ્તસૈ' જેવા સર્વધર્મસમન્વયકારી અનેક ઉદ્ગાર મોજૂદ હતા. પરંતુ સામાન્યપણે તેની ધર્મવિધિ અને પ્રાર્થના બિલકુલ સાંપ્રદાયિક બની ગઈ હતી. તેનો ચોકો એટલો નાનો અને સાંકડો બની ગયો હતો કે તેમાં ઉક્ત ઉદ્ગારને અનુરૂપ બધા સંપ્રદાયોનો સમાવેશ દુઃસંભવ બની ગયો હતો પરંતુ ગાંધીજીની ધર્મચેતના એવી જાગરિત થઈ કે ધર્મોની વાડાબંધીને સ્થાન રહ્યું જ નહિ.
ગાંધીજીની પ્રાર્થના જે જૈને દેખી સાંભળી હોય તે કૃતજ્ઞતાપૂર્વક કબૂલ કર્યા વિના રહી શકતો નથી કે “બ્રહ્મ વા વિષ્ણુર્વા’ની ઉદાત્ત ભાવના યા ‘રામ કહો રહિમાન કહો'ની અભેદભાવના જે જૈન પરંપરામાં કેવળ સાહિત્યિક વસ્તુ બની ગઈ હતી તેને ગાંધીજીએ વધુ વિકસિત રૂપમાં સજીવ અને શાશ્વત કરી.
આપણે ગાંધીજીના પ્રદાનને એક એક કરીને ન તો ગણાવી શકીએ છીએ કે ન તો એવું પણ કહી શકીએ છીએ કે અમુક પ્રદાન માત્ર જૈન સમાજ પ્રતિ જ છે અને અન્ય સમાજ પ્રતિ નહિ. વર્ષા થાય છે ત્યારે તે ક્ષેત્રભેદ જોતી નથી. સૂર્ય-ચન્દ્ર પ્રકાશ રેલાવે છે ત્યારે તેઓ પણ સ્થાનો અને વ્યક્તિઓમાં ભેદ કરતા નથી. તેમ છતાં પણ જેના ઘડામાં પાણી આવ્યું અને જેણે પ્રકાશનું સુખ અનુભવ્યું તે તો લૌકિક ભાષામાં એ જ કહેશે કે વર્ષાયા સૂર્ય-ચન્દ્ર મારા ઉપર આટલો ઉપકાર કર્યો. આ ન્યાયે અહીં ગાંધીજીના પ્રદાનનો ઉલ્લેખ છે, નહિ કે તે પ્રદાનની મર્યાદાનો.
ગાંધીજી પ્રત્યેના પોતાના ઋણને અંશતઃ પણ આપણે ત્યારે અદા કરી શકીશું જયારે તેમણે ચીંધેલા માર્ગ પર ચાલવાનો આપણે દઢ સંકલ્પ કરીએ અને ચાલીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org