________________
ગાંધીજીનું જૈનધર્મને પ્રદાન
ge શકશ? એવું થાય તો પછી ત્યાગમાર્ગ અને અનગારધર્મ જે હજારો વર્ષોથી ચાલતો આવ્યો છે તે નષ્ટ થઈ જાય. પરંતુ જેમ જેમ કર્મવીર ગાંધી એક પછી એક નવાં નવાં સામાજિક અને રાજકીય ક્ષેત્રો સર કરતા ગયા અને દેશના ઉચ્ચમાં ઉચ્ચ મસ્તિષ્ક પણ તેમની આગળ ઝૂકવા લાગ્યા - કવીન્દ્ર રવીન્દ્ર, લાલા લજપતરાય, દેશબવુ દાસ, મોતીલાલ નહેરૂ આદિ જેવા મુખ્ય રાષ્ટ્રીય પુરુષો ગાંધીજીનું નેતૃત્વ સ્વીકારવા લાગ્યા તેમ તેમ જૈનસમાજની સુષુપ્ત અને મૂછિત ધર્મચેતનામાં પણ સ્પન્દન શરૂ થયું. સ્પન્દનની લહેર ક્રમશઃ એવી વધતી અને વિસ્તરતી ગઈ કે તે લહેરે ૩૫ વર્ષ પહેલાંના જૈનસમાજની કાયાપલટ જ કરી નાખી, જેણે ૩૫ વર્ષ પહેલાંની જૈનસમાજની બાહ્ય અને આંતર દશા નજરે નિહાળી છે અને જેણે પાછલાં ૩૫ વર્ષોમાં ગાંધીજીના કારણે જૈનસમાજમાં સત્વર પ્રગટેલાં સાત્વિક ધર્મસ્પન્દનોને પણ જોયાં છે તે કહ્યા વિના નથી રહી શકતો કે જૈનસમાજની ધર્મચેતના, જે ગાંધીજીની દેણ છે તે, ઇતિહાસકાળમાં અભૂતપૂર્વ છે. હવે આપણે સંક્ષેપમાં જોઈશું કે ગાંધીજીની એ દેણ કયા રૂપમાં છે. '
જૈનસમાજમાં સત્ય અને અહિંસાની સાર્વત્રિક કાર્યક્ષમતા અંગે અવિશ્વાસનું જે મૂળ જામી ગયું હતું સૌપ્રથમ તેના ઉપર જ ગાંધીજીએ દેશમાં આવતાંની સાથે જ કુઠારાઘાત કર્યો. જૈન લોકોના દિલમાં સત્ય અને અહિંસા પ્રત્યે જન્મસિદ્ધ આદર તો હતો જ. તેઓ કેવળ પ્રયોગ કરવાનું જાણતા ન હતા અને ન તો કોઈ તેમને પ્રયોગ દ્વારા તે સિદ્ધાન્તોની શક્તિ દેખાડનાર હતું. ગાંધીજીના અહિંસા અને સત્યના સફળ પ્રયોગોએ બીજા કોઈ સમાજની સરખામણીમાં સૌપ્રથમ જૈનસમાજનું ધ્યાન ખેંચ્યું. અનેક વૃદ્ધો, તરુણો અને બીજા શરૂઆતમાં કુતૂહલવશ અને પછીથી લગનીથી ગાંધીજીની આસપાસ એકઠા થઈ ગયા. જેમ જેમ ગાંધીજીના અહિંસા અને સત્યના પ્રયોગો અધિકાધિક સમાજવ્યાપી અને રાષ્ટ્રવ્યાપી થતા ગયા તેમ તેમ જૈનસમાજને પોતાને વારસામાં મળેલી અહિંસાવૃત્તિ પર અધિકાધિક ભરોસો થવા લાગ્યો અને પછી તો તે ઉન્નતમસ્તકે અને પ્રસન્નવદને કહેવા લાગ્યો કે “હિંસા પરમો ધર્મ:' એ જે જૈન પરંપરાનો મુદ્રાલેખ છે તેનો જ આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org