________________
૯૮
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ સાધ્વીઓ સતત હોવા છતાં પણ સમાજના ઉત્થાનનું કોઈ સાચું કામ થઈ શકતું ન હતું અને અનુયાયી ગૃહસ્થવર્ગ તો સાધુ-સાધ્વીઓના ભરોસે રહેવા એટલો બધો ટેવાઈ ગયો હતો કે હરેક વાતમાં, નકામી પ્રથાનો ત્યાગ, સુધારો, ફેરફાર વગેરે કરવામાં, પોતાની બુદ્ધિ અને સાહસ જ ગુમાવી બેઠો હતો. ત્યાગીવર્ગ કહેતો હતો કે અમે શું કરીએ? આ કામ તો ગૃહસ્થોનું છે. ગૃહસ્થ કહેતા હતા કે અમારો શિરમોર તો અમારા ગુરુ છે; તેઓ મહાવીરના પ્રતિનિધિ છે, શાસ્ત્રજ્ઞ છે, તેઓ અમારાથી અધિક જાણે છે, તેમના સલાહસૂચન અને તેમની સંમતિ વિના અમે શું કરી શકીએ? ગૃહસ્થોની અસર જ શું પડે ? સાધુઓની વાત જ બધા લોકો માની શકે છે, ઇત્યાદિ. આમ અન્ય ધર્મસમાજોની જેમ જૈનસમાજની નૌકા પણ હરેક ક્ષેત્રમાં ઉલઝનોના વમળમાં ફસાઈ હતી.
આખા રાષ્ટ્ર ઉપર પાછલી સહસ્રાબ્દીએ જે આફતો નાખી હતી અને પશ્ચિમના સંપર્ક પછી વિદેશી રાજયે પાછલી બે શતાબ્દીઓમાં ગુલામી, શોષણ, અંદરોઅંદરની ફાટફૂટની જે આફતો વધારી દીધી હતી તેમનો શિકાર તો જૈનસમાજ સોએ સો ટકા હતો જ, પરંતુ તે ઉપરાંત જૈન સમાજના પોતાના આગવા પણ પ્રશ્નો હતા, જે ઉલઝનોથી પૂર્ણ હતા. અંદરોઅંદરની વાડાબંધી, ધર્મને ખાતર અધર્મપોષક ઝઘડા, નિવૃત્તિના બહાને નિષ્ક્રિયતા અને એદીપણાનું ઘોડાપૂર, નવી પેઢીમાં પુરાણી ચેતનાનો વિરોધ અને નવી ચેતનાનો અવરોધ, અહિંસા-સત્ય-અપરિગ્રહ જેવા શાશ્વત મૂલ્યવાળા સિદ્ધાન્તો પ્રત્યે બધાની દેખાદેખીથી વધતી અશ્રદ્ધા – જૈન સમાજની આ સમસ્યાઓ હતી.
આ અન્ધકારપ્રધાન રાત્રિમાં આફ્રિકાથી એક કર્મવીરના આન્દોલને લોકોની આંખો ઉઘાડી. તે જ કર્મવીર પછી પોતાની જન્મભૂમિ ભારતમાં પાછો આવ્યો. આવતાંવેંત જ સત્ય, અહિંસા અને અપરિગ્રહની નિર્ભય અને ગગનભેદી વાણી શાન્તસ્વરે અને જીવનવ્યવહાર દ્વારા સંભળાવવા લાગ્યો. પહેલાં તો જૈનસમાજ પોતાની સંસ્કારતિના કારણે ચોંકી ઊઠ્યો. તેને ભય લાગ્યો કે દુનિયાની પ્રવૃત્તિ યા સાંસારિક રાજકીય પ્રવૃત્તિ સાથે સત્ય, અહિંસા અને અપરિગ્રહનો મેળ કેવી રીતે બેસી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org