________________
ગાંધીજીનું જૈનધર્મને પ્રદાન
બેશક, પાછલાં અઢી હજાર વર્ષોમાં દેશના વિભિન્ન ભાગોમાં એવા ગણ્યાગાંઠ્યા અનગાર ત્યાગી અને સાગાર ગૃહસ્થ અવશ્ય થયા છે જેમણે જૈન પરંપરાની મૂછિત જેવી ધર્મચેતનામાં સ્પન્દનના પ્રાણ ફૂંક્યા. પરંતુ એક તો તે સ્પન્દન સામ્પ્રદાયિક ઢંગનું હતું જેમ અન્ય સંપ્રદાયોમાં બન્યું છે તેમ અને બીજું તે સ્પન્દન એવા કોઈ દઢ મજબૂત પાયા ઉપર ન હતું જેથી ચિર કાલ સુધી ટકી શકે. તેથી વચ્ચે વચ્ચે પ્રગટ થયેલાં ધર્મચેતનાનાં સ્પન્દનો અર્થાત્ પ્રભાવનાં કાર્યો સતત ચાલુ ન રહી શક્યાં.
પાછલી શતાબ્દીમાં તો જૈન સમાજના ત્યાગી અને ગૃહસ્થ બન્નેની મનોદશા વિલક્ષણ બની ગઈ હતી. તેઓ પરંપરાપ્રાપ્ત સત્ય, અહિંસા અને અપરિગ્રહના આદર્શ સંસ્કારના મહિમાને છોડી પણ શકતા ન હતા અને જીવનપર્યન્ત તેઓ હિંસા, અસત્ય અને પરિગ્રહના સંસ્કારોનું જ સમર્થન કર્યા કરતા હતા. એવું મનાવા લાગ્યું હતું કે કુટુંબ, સમાજ, ગ્રામ, રાષ્ટ્ર આદિ સાથે સંબંધિત પ્રવૃત્તિઓ સાંસારિક છે, દુન્યવી છે, વ્યાવહારિક છે. તેથી આવી આર્થિક, ઔદ્યોગિક અને રાજકીય પ્રવૃત્તિઓમાં ન તો સત્ય સાથ દઈ શકે છે, ન તો અહિંસા કામ કરી શકે છે કે ન તો અપરિગ્રહવ્રત પણ કાર્યસાધક બની શકે છે. આ ધર્મસિદ્ધાન્તો સાચા છે એ ખરું પરંતુ તેમનું શુદ્ધ પાલન દુનિયાની વચમાં સંભવતું નથી. તેના માટે તો એકાન્ત વનવાસ અને સંસારત્યાગ જ જોઈએ. આ વિચારે અનગાર ત્યાગીઓનાં મન ઉપર પણ એવો પ્રભાવ જમાવ્યો હતો કે તેઓ રાતદિન સત્ય, અહિંસા અને અપરિગ્રહનો ઉપદેશ દેતા હોવા છતાં દુન્યવી જીવનમાં તે ઉપદેશોના સાચા શુદ્ધ પાલનનો કોઈ રસ્તો દેખાડી શકતા ન હતા. તેઓ થાકી-હારીને એ જ કહેતા હતા કે જો સાચું ધર્મપાલન કરવું હોય તો તમે લોકો ઘર છોડો, કુટુંબ, સમાજ અને રાષ્ટ્રની જવાબદારીઓ છોડો, આવી જવાબદારીઓ અને સત્ય-અહિંસા-અપરિગ્રહનું શુદ્ધ પાલન બન્ને એક સાથે સંભવે નહિ. આવી મનોદશાના કારણે ત્યાગીગણ દેખાવમાં અવશ્ય અનગાર હતો પરંતુ તેનું જીવન તત્ત્વતઃ કોઈ પણ રીતે ગૃહસ્થોની સરખામણીમાં વિશેષ ઉન્નત યા વિશેષ શુદ્ધ બની શક્યું ન હતું. તેથી જૈનસમાજની સ્થિતિ એવી થઈ ગઈ હતી કે હજારોની સંખ્યામાં સાધુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org