________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ નિષેધાત્મક સુસંસ્કાર અને અનુકંપામૂલક ભૂતહિત કરવાની વૃત્તિ જેવા ભાવાત્મક સુસંસ્કાર વારસામાં મળે છે. હવે જોવું જોઈશે કે આ સંસ્કારોનું નિર્માણ કેવી રીતે શરૂ થયું, તેમની પુષ્ટિ કેવી રીતે થતી ગઈ અને તેમના દ્વારા ઇતિહાસકાળમાં કઈ કઈ ઘટનાઓ ઘટી.
જૈન પરંપરાના આદિ પ્રવર્તક મનાતા ઋષભદેવના સમય જેટલા અન્ધકારયુગને આપણે છોડી દઈએ તો પણ આપણી સમક્ષ નેમિનાથનું ઉદાહરણ સ્પષ્ટ છે જેને વિશ્વસનીય માનવામાં કોઈ આપત્તિ નથી. નેમિનાથ દેવકીપુત્ર કૃષ્ણના કાકાના દીકરા ભાઈ હતા અને યદુવંશના તેજસ્વી તરુણ હતા. તેમણે બરાબર લગ્નના પ્રસંગે માંસ માટે એકઠા કરવામાં આવેલાં સેંકડો પશુપક્ષીઓને લગ્નમાં અસહ્યોગ દ્વારા જે અભયદાન અપાવવાનું મહાન સાહસ કર્યું તેનો પ્રભાવ સામાજિક સમારંભોમાં પ્રચલિત ચિરકાલીન માંસભોજનની પ્રથા પર એવો પડ્યો કે તે પ્રથા મૂળમાંથી હચમચી ગઈ. એક બાજુ અવી પ્રથા શિથિલ થવાથી માંસભોજનત્યાગનો સંસ્કાર પડ્યો અને બીજી બાજુ પશુપક્ષીઓને મારવામાં આવતાં બચાવવાની વિધાયક પ્રવૃત્તિ પણ ધર્મ ગણાવા લાગી. જૈન પરંપરાના આગળના ઇતિહાસમાં આપણે જે અનેક અહિંસાપોષક અને પ્રાણીરક્ષક પ્રયત્નો દેખીએ છીએ તેમનાં મૂળમાં નેમિનાથની ત્યાગઘટનાનો સંસ્કાર કામ કરી રહ્યો છે.
પાર્શ્વનાથના જીવનમાં એક પ્રસંગ એવો છે જે ઉપરથી સાધારણ જણાય છે પરંતુ નિવૃત્તિ-પ્રવૃત્તિના વિચારની દૃષ્ટિએ તે અસાધારણ છે. પાર્શ્વનાથે જોયું કે એક તાપસ જે પંચાગ્નિ તપ કરી રહ્યો છે તેની આસપાસ સળગતાં મોટાં મોટાં લાકડાંમાં સાપ પણ સળગી રહ્યો છે. તે વખતે પાર્વે ચૂપ રહ્યા વિના તાત્કાલિક પ્રથાની વિરુદ્ધ અને લોકમતની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો અને પોતાના ઉપર આવનાર જોખમની પરવા કરી નહિ. તેમણે લોકોને સ્પષ્ટ કહ્યું કે આવું તપ અધર્મ છે કે જેમાં નિરપરાધ પ્રાણી મરતાં હોય. આ પ્રસંગે જો પાર્શ્વનાથ મૌન રહેત તો તેમને કોઈ હિંસાભાગી કે મૃષાવાદી ન કહેત. તેમ છતાં તેમણે સત્ય ભાષણનો પ્રવૃત્તિમાર્ગ એટલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org