________________
વિશ્વશાંતિ અને જૈન પરંપરા અંશે નિવૃત્ત હોય પરંતુ તક મળતા છતાં કે પ્રસંગ હોવા છતાં પ્રાણીહિતની વિધાયક પ્રવૃત્તિથી ઉદાસીન રહે છે યા સત્ય ભાષણની પ્રત્યક્ષ જવાબદારીની ઉપેક્ષા કરે છે તે ધીરે ધીરે હિંસા અને મૃષાવાદની નિવૃત્તિ દ્વારા સંચિત બળ પણ ગુમાવી બેસે છે. હિંસા અને મૃષાવાદની નિવૃત્તિની સાચી પરીક્ષા ત્યારે જ થાય છે જયારે અનુકંપાની અને સત્ય ભાષણની વિધાયક પ્રવૃત્તિનો પ્રશ્ન સામે આવે છે. જો હું કોઈ પ્રાણી યા મનુષ્યને તકલીફ નથી પહોંચાડતો પરંતુ મારી સમક્ષ કોઈ એવું પ્રાણી કે મનુષ્ય ઉપસ્થિત છે જે અન્ય કારણોથી સંકટગ્રસ્ત છે અને તેનું સંકટ મારા પ્રયત્નથી દૂર થઈ શકે છે કે હળવું થઈ શકે છે, કે મારી પ્રત્યક્ષ પરિચર્યા અને સહાનુભૂતિથી તેને આશ્વાસન મળી શકે છે, તેમ છતાં પણ હું કેવળ નિવૃત્તિની બાજુને જ પૂર્ણ અહિંસા માની લઉં તો હું ખુદ મારી પોતાની સગુણાભિમુખ વિકાસશીલ ચેતનાશક્તિને ગળું દબાવી ગૂંગળાવીને મારી નાખું છું, મારામાં જે આત્મૌપમ્યની ભાવના અને જોખમ ઉઠાવીને પણ સત્ય ભાષણ દ્વારા અન્યાયનો સામનો કરવાની તેજસ્વિતા છે તેને કામમાં ન લાવીને કુંઠિત કરી દઉં છું અને પૂર્ણ આધ્યાત્મિકતાના વિકાસના ભ્રમમાં પડી જાઉં છું. તેવી જ રીતે બ્રહ્મચર્યની બે બાજુઓ છે જેમનાથી બ્રહ્મચર્ય પૂર્ણ થાય છે. મૈથુનવિરમણ એ શક્તિસંગ્રાહક નિવૃત્તિની બાજુ છે. પરંતુ તેના દ્વારા સંગૃહીત શક્તિ અને તેજનો વિધાયક ઉપયોગ કરવો એ જ પ્રવૃત્તિની બાજુ છે. જે મૈથુનવિરત વ્યક્તિ પોતાની સંચિત વીર્યશક્તિનો અધિકારાનુરૂપ લૌકિક-લોકોત્તર ભલાઈમાં ઉપયોગ કરતી નથી તે છેવટે પોતાની તે સંચિત વીર્યશક્તિ દ્વારા જ યા તો તામસવૃત્તિવાળી બની જાય છે યા અન્ય અકૃત્યો ભણી ઝૂકી જાય છે. આ જ કારણે મૈથુનવિરત એવા લાખ્ખો બાબા સંન્યાસી આજે પણ મળે છે જે પરોપજીવી ક્રોધમૂર્તિ અને વિવિધ વહેમોનાં ઘર છે. ઐતિહાસિક દૃષ્ટિ
હવે આપણે ઐતિહાસિક દષ્ટિએ નિવૃત્તિ અને પ્રવૃત્તિ અંગે જૈન પરંપરાનું વલણ શું રહ્યું છે તે જોઈએ. અમે પહેલાં કહી ગયા છીએ કે જૈન કુળમાં માંસ મદ્ય આદિ વ્યસનત્યાગ, નિરર્થક પાપકર્મથી વિરતિ જેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org