________________
વિશ્વશાંતિ અને જૈન પરંપરા
શાન્તિવાદ
“Thou shall not kill' ઇત્યાદિ બાઈબલના ઉપદેશોના આધાર ઉપર કાઈસ્ટના પાકા અનુયાયીઓએ અહિંસામૂલક જે વિવિધ પ્રવૃત્તિઓનો વિકાસ કર્યો છે તેનું મુખ્ય ક્ષેત્ર માનવ સમાજ રહ્યું છે. માનવ સમાજની નાનાવિધ સેવાઓની સાચી ભાવનામાંથી કોઈ પણ પ્રકારના યુદ્ધમાં, અન્ય બીજી જાતની સામાજિક હિતની જવાબદારીને અદા કરતાં પણ, સશસ્ત્ર ભાગ ન લેવાની વૃત્તિનો પણ ઉદય અનેક શતાબ્દીઓથી થયો છે. જેમ જેમ ક્રિશ્ચિયાનિટિનો વિસ્તાર થતો ગયો, ભિન્ન ભિન્ન દેશો સાથે નિકટ અને દૂરનો સંબંધ જોડાતો ગયો, સામાજિક અને રાજકીય જવાબદારી વધી જવાથી તેમાંથી ફલિત થનારી સમસ્યાઓને ઉકેલવાનો સવાલ જટિલ થતો ગયો, તેમ તેમ શાન્તિવાદી મનોવૃત્તિ પણ વિકસિત થતી રહી. પ્રારંભમાં જયાં વર્ગયુદ્ધ (Class War), નાગરિક યુદ્ધ (Civil War) અર્થાત સ્વદેશ અન્તર્ગત કોઈ પણ આંતરિક લડાઈ-ઝઘડામાં સશસ્ત્ર ભાગ ન લેવાની મનોવૃત્તિ હતી ત્યાં ક્રમશઃ આન્તરરાષ્ટ્રીય યુદ્ધ સુધ્ધાંમાં કોઈ પણ રીતે સશસ્ત્ર ભાગ ન લેવાની મનોવૃત્તિ સ્થિર થઈ, એટલું જ નહિ પણ એ ભાવ પણ સ્થિર થયો કે સંભવિત બધા શાન્તિપૂર્ણ ઉપાયોથી યુદ્ધને ટાળવાનો પ્રયત્ન કરવામાં આવે અને સામાજિક, રાજકીય તેમ જ આર્થિક ક્ષેત્રોમાં પણ વૈષમ્યનિવારક શાન્તિવાદી પ્રયત્ન કરવામાં આવે. તે જ અન્તિમ વિકસિત મનોવૃત્તિનો સૂચક “Pacifism (શાન્તિવાદ)' શબ્દ લગભગ ૧૯૦૫થી પ્રસિદ્ધપણે અસ્તિત્વમાં આવ્યો. ગાંધીજીના અહિંસક પુરુષાર્થ પછી તો “Pacifism' શબ્દનો અર્થ વળી એથી પણ વધુ વ્યાપક અને ઉન્નત બન્યો છે. આજ તો “Pacifism' શબ્દ દ્વારા આપણે “દરેક પ્રકારના અન્યાયનું નિવારણ કરવા માટે મોટામાં મોટી કોઈ પણ શક્તિનો સામનો કરવાનું સક્રિય અદમ્ય આત્મબળ' એ અર્થ સમજીએ છીએ જે વિશ્વ શાન્તિવાદી સમેલન(World Pacifist Meeting)ની ભૂમિકા છે.
9.
Encyclopaedia of Religion (Ed. V. Ferm, 1945), p.555.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org