________________
૭૨.
સંબોધ પ્રકરણ
वसहीसयणासणभत्त-पाणभेसज्जवत्थपत्ताइ। जइवि न पज्जत्तधणो, थोवा वि हु थोवयं देइ ॥१२॥ . વસતિ-શયના-ડડસન-પરુ-પાન-મૈષ-વસ્ત્ર-પત્રાદ્રિ ! યદ્યપિ ન પનધન: તોફાપિ તોરં વારિ II ૨૨ I . ૨૭૬
ગાથાર્થ– શ્રાવક સાધુઓને વસતિ (=રહેવાનું મકાન), શયન (સૂવા માટે સંથારો વગેરે), આસન, આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર
મધ્યરાત્રિના પછીના સમયથી તેનો ત્યાગ કરવો વ્યાજબી છે. કારણ કે–પાછલી અડધી રાત્રિ બીજી તિથિરૂપે નહિ છતાં બીજી તિથિના પરોઢરૂપે વ્યવહાર થાય છે અને તેથી કેટલીક વખત નિયમ તૂટવાનો સંભવ છે; માટે તે દિવસની પૂર્વની મધ્યરાત્રિથી આરંભીને તે દિવસ અને પૂર્ણ રાત્રિ સુધી પણ તજવું શ્રેયસ્કર છે. અન્યથા પર્વતિથિ વગેરે પણ સચવાવી દુઃશક્ય છે. દિશાઓમાં ઉર્ધ્વ, અધો અને આઠ તિર્જીએ દશેય દિશામાં જવા-આવવાનો નિયમ કરાય છે. સ્નાનને અંગે છોટકા-મોટકાનો વિભાગ કરાય છે. તેમાં સંપૂર્ણ સ્નાન કરવું તે મોટકું કહેવાય છે અને હાથ, પગ, મુખ વગેરે ધોવાં તે છોટકાં કહેવાય છે. આ સ્નાનનો અમુક સંખ્યાથી વધારે નહિ કરવાનો નિયમ કરાય છે. ભક્ત એટલે ભાત-પાણીરૂપ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ-એ ચારેય આહાર પૈકી જે જે મુખમાં નંખાય, ખવાય અને પીવાય, તે તે બધાનું વજનથી અમુક શેર-એમ પ્રમાણ કરી તેથી અધિકનો ત્યાગ કરાય છે.
આ ઉપરાંત પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવરોનો નિયમ કરાય છે, તેમાં પૃથ્વીકાયમાંખાણની માટી, મીઠું વગેરે ચીજોનું સંખ્યા અને વજનથી પ્રમાણ કરાય છે. અપૂકાયમાંઅમુક શેરથી વધારે પાણી નહિ પીવાનો નિયમ કરાય છે, સ્નાનને અંગે અમુક માપ નક્કી કરાય છે અને કપડાં વગેરે ધોવાને અંગે અમુક કૂવા, તળાવ, નદી, નળ વગેરેનો નિર્ણય કરાય છે. તેઉકાયમાં અમુક સંખ્યામાં ચુલા, સ્ટવ વગેરેના આરંભનો નિર્ણય કરાય છે. દીવાને અંગે પોતાના ઘર, દુકાન વગેરેના દીવાઓનું અમુક સંખ્યામાં પ્રમાણ કરાય છે અને જાહેર રસ્તાના વગેરે બીજા દીવાઓની જયણા રખાય છે. વાયુકાયમાં-પંખા, હિંચકા વગેરે વાયુકાયની વિરાધનાનાં સાધનોનો નિયમ થાય છે અને વનસ્પતિકાયમાં-સચિત્તના નિયમમાં જણાવ્યું તેમ નામ, માપ અને સંખ્યાના વિભાગપૂર્વક ત્યાગ કરાય છે. ત્રસકાયમાંઅમુક સંખ્યામાં નોકર-ચાકરો વગેરેનો નિર્ણય થાય છે. તે સિવાય અસી, મસી અને કૃષિએ ત્રણના વ્યાપારનાં નિયમો કરવામાં આવે છે. તેમાં અસીના નિયમમાં ચપ્પ, કાતર, સૂડી, સૂડા, સોય વગેરે દરેકના પ્રકારનાં શસ્ત્રો વાપરવાને અંગે અમુક પ્રમાણમાં સંખ્યાનો નિયમ કરાય છે; મસીના વિષયમાં પેન, પેન્સીલ, કલમ, હોલ્ડર, શાહી, ખડીયા વગેરે લખવાનાં સાધનોને (વ્યાપારાદિ લૌકિક કાર્યોમાં) વાપરવાનો સંખ્યાથી નિયમ કરાય છે અને કૃષિથી ખેતર વગેરેના આરંભનો નિયમ થાય છે. એ રીતિએ યથાશક્ય ચૌદ નિયમો કરવાથી તે સિવાયના બીનજરૂરી ઘણા આશ્રવમાંથી આત્મા બચી જાય છે અને દરેક વ્યવહારમાં કોઈ પ્રકારની અગવડ વિના ઘણો મોટો લાભ થાય છે. પાપભીરુ આત્માઓને બીજી આરાધના ઓછી થતી હોય તો પણ ચૌદ નિયમથી જીવનને મર્યાદિત કરવામાં ઘણો લાભ છે. આ વિષયમાં વિશેષ સ્વરૂપ નિયમ પાળનારા અનુભવી શ્રાવકો કે ગીતાર્થ મુનિરાજો પાસેથી સમજવું. (ધર્મસંગ્રહ ભાષાંતરમાંથી સાભાર ઉદ્ધત)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org