________________
૭૦.
સંબોધ પ્રકરણ ૬. વસ્ત્ર– મસ્તક આદિ પાંચેય અંગોનું રક્ષણ કરનાર વેષ. લજાદિના રક્ષણ માટે પહેરવાનું ધોતીયું, પોતડી કે રાત્રે સૂતાં પહેરવાનું વસ્ત્ર વેષમાં ગણાતું નથી, માટે તે સિવાયનાં વાપરવાનાં વસ્ત્રોની સંખ્યા નક્કી કરી તેથી અધિક વાપરવાનો ત્યાગ કરવો.
૭. કુસુમપુષ્પો. એમાં મસ્તકે કે ગળામાં પહેરવા લાયક ફૂલ-હાર કે શયામાં તથા ઓશીકે રાખવા લાયક અમુક પુષ્પોને ભોગવવાનો નિર્ણય કરી બીજાનો ત્યાગ કરવો.
૮. વાહન- એમાં રથ, ઘોડા, ઉંટ, (ગાડી, મોટર, સાયકલ, વિમાન, સ્ટીમર) વગેરે વાહનોનો અમુક પ્રમાણથી વધુ નહિ વાપરવાનો નિયમ કરવો..
૯. શયન- એમાં પલંગ, ખાટલો (પાટ-પાટલા-ખુરસી-ટેબલઆસન) વગેરે સૂવા-બેસવાના સાધનોનો નિયમ કરી તેથી વધારેનો ત્યાગ કરવો.
૧૦. વિલેપન– આમાં શરીરસુખાકારીરૂપ ભોગને માટે ચંદન, જવા વગેરેનો ચૂરો તથા કસ્તૂરી વગેરે વિલેપનોનું પ્રમાણ નક્કી કરી બાકીનો ત્યાગ કરવો. આ નિયમ કરવા છતાં પણ દેવપૂજાદિ વખતે તિલક કરવું અને પોતાના હાથ, કાંડા વગેરેને ધૂપ દેવો વગેરે કરવું કહ્યું.
૧૧. અબ્રહ્મ-મૈથુનક્રિયા. તેમાં દિવસે ત્યાગ અને રાત્રિએ પણ અમુક વાર ભોગનું પ્રમાણ નક્કી કરી તે ઉપરાંત મૈથુનનો ત્યાગ કરવો.
૧૨. દિક્ષરિમાણ–આ નિયમમાં સર્વ દિશાઓમાં કે અમુક દિશામાં અમુક હદથી વધારે દૂર જવા-આવવાનો કે ત્યાંથી કોઈને બોલાવવાનો, અથવા કોઇ વસ્તુ મંગાવવા-મોકલવા વગેરેનો યથાશક્તિ ત્યાગ કરવો.
૧૩. સ્નાન- સ્નાનમાં શરીરસુખની અભિલાષાએ માત્ર પાણીના સ્નાનનો કે સાબૂ, તેલ વગેરે ચોળવાપૂર્વકના સ્નાનનો અમુક સંખ્યામાં નિયમ કરી વધારેનો ત્યાગ કરવો. દેવપૂજાદિ કારણે સ્નાન કરવામાં નિયમભંગ થતો નથી. તે સિવાય લૌકિક (સ્મશાનાદિ કારણે કે અન્ય અસ્પૃશ્યનો સ્પર્શ થવો વગેરે) કારણે જયણા રાખવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org