________________
૬૮
સંબોધ પ્રકરણ આ સિદ્ધાંત પણ બાદર-એકેન્દ્રિય જીવોને અંગે છે, સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોમાં તો તેથી ઊલટું એટલે કે–) જ્યાં અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ એક હોય, ત્યાં તેની નિશ્રાએ નિશ્ચયે અસંખ્યાતા પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો હોય છે–એમ આચારાગસૂત્રની ટીકા વગેરેમાં કહ્યું છે. એ કારણે એકૈક પત્ર, ફળ વગેરે વાપરવામાં પણ અસંખ્ય જીવોની વિરાધના થાય છે અને તેને આશ્રયે અપૂકાય (પાણી) કે નીલ (ફૂગ) વગેરે જે રહ્યા હોય, તેમાં તો અનંતા જીવોનો પણ નાશ થાય છે. પાણી, લવણ વગેરે પણ અસંખ્યાતા જીવોના સમૂહરૂપ જ છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે
एगंमि उदगबिंदुमि, जे जीवा जिणवरेहिं पनत्ता । ते जइ सरिसवमित्ता, जंबुद्दीवे न मायंति ॥१॥ अद्दालगप्पमाणे पुढवीकाए हवंति जे जीवा । તે પારેવા , નવુદી રમાયતિ | ૨ |
“પાણીના એક અતિ અલ્પ બિંદુમાં (પણ) તેટલા જીવો શ્રી જિનેશ્વર દેવોએ કહ્યા છે કે તેઓનાં શરીરો જો સરસવના દાણા જેવડાં હોય, તો આખા જંબુદ્વીપમાં તે પણ સમાય નહિ. (૧) લીલા આમળાના પ્રમાણ જેટલા પૃથ્વીકાયમાં (માટી, મીઠા વગેરેમાં) જે જીવો હોય છે તેઓનાં શરીરો જો પારેવા (કબૂતર) જેવડાં હોય તો સમગ્ર જંબૂદ્વીપમાં પણ તે સમાય નહિ. (૨)”
સર્વ સચિત્તના ત્યાગ અંગે અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્યોનું ઉદાહરણ શાસ્ત્રમાં કહેલું છે. એ રીતિએ આત્માર્થીએ સચિત્તનો ત્યાગ કરવામાં શક્ય પ્રયત્ન કરવો. ૧. અંબડ પરિવ્રાજકના સાતસો શિષ્યોએ પાછળથી શ્રાવકધર્મને સ્વીકાર્યો હતો, તેમાં તેઓએ
“સચિત્ત તથા બીજાએ આપ્યા વિનાનાં આહાર-પાણી નહિ વાપરવાનો નિયમ કર્યો હતો, તેથી તેઓ હંમેશા અચિત્ત અને તે પણ બીજાએ આપેલા આહારાદિથી જીવનનિર્વાહ કરતા. કોઈ વખત ગંગા નદીના કાંઠે જંગલમાં પહોંચતાં, ત્યાં ગ્રીષ્મઋતુનો સપ્ત તાપ, ગંગા નદીના કાંઠાની અતિ તપેલી ઉષ્ણ રેતી અને સૂર્યની ગરમી વગેરેથી અતિ તૃષાતુર થયા છતાં પોતાના નિયમમાં દઢતાવાળા તેઓએ ગંગાના પાણીનો ઉપયોગ ન કરતાં, આગળ ચાલવા માટે અસમર્થ હોઈ આખરે અનશન=સર્વ આહારાદિનો ત્યાગ કર્યો અને કાળધર્મ પામી પાંચમા બ્રહ્મ દેવલોકમાં ઈન્દ્રની સમાન ઋદ્ધિવાળા દેવો થયા. એમ સચિત્તના ત્યાગથી થતા લાભને સમજી આત્માર્થીએ શક્ય ત્યાગ કરવા ઉદ્યમ રાખવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org