________________
અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર
૧૨. સૌમ્યદેષ્ટિ– સૌમ્યદષ્ટિ કોઇને પણ ઉદ્વેગ કરતો નથી અને દર્શનમાત્રથી પણ જીવોને પ્રીતિ ઉત્પન્ન કરે છે.
૧૩. ગુણરાગી- ગાંભીર્ય-ચૈયદિ ગુણોમાં રાગ કરવાના સ્વભાવવાળો, ગુણોનો પક્ષપાત કરનારો, ગુણવાનનો બહુમાન કરનારો, નિર્ગુણીઓની ઉપેક્ષા કરનારો હોય.
૧૪. સત્કથસુપક્ષયુક્ત- સારી પ્રવૃત્તિને કહેનારા જેને સહાય કરનારા છે.
૧૫. સુદીર્ઘદર્શી– સારી રીતે વિચારીને પરિણામે સુંદર કામને કરનારો. પરંતુ ઉત્સુકતાને કરનારો ન હોય, તે પરિણામિકી બુદ્ધિથી આ લોકનું પણ કાર્ય સુંદર પરિણામવાળું જ કરે છે.
૧૬. વિશેષજ્ઞ– સાર-અસાર વસ્તુના વિભાગને જાણનારો. અવિશેષજ્ઞ તો દોષોને પણ ગુણરૂપે અને ગુણોને પણ દોષરૂપે જાણે.
૧૭. વૃદ્ધાનુગ– ગુણોને પ્રાપ્ત કરવાની બુદ્ધિથી પરિણતમતિવાળા વૃદ્ધોને અનુસરનારો. વૃદ્ધજનોને અનુસરનારો માણસ ક્યારે પણ વિપત્તિને પામતો નથી.
૧૮. વિનીત– ગુરુજનનો ગૌરવ કરનારો. વિનયવાળાને વિષે તરત જ જ્ઞાનાદિ સંપત્તિ પ્રગટ થાય છે.
૧૯. કૃતજ્ઞ–બીજાએ કરેલા આ લોક સંબંધી કે પરલોક સંબંધી અલ્પ પણ ઉપકારને જાણે, છૂપાવે નહી.
૨૦. પરહિતાર્થકારી- બીજાના હિતકારી કાર્યોને કરવાના સ્વભાવવાળો. આવો પુરુષ ધર્મના પરમાર્થને સમ્યફ જાણનારો હોવાથી નિસ્પૃહ મહાસત્ત્વવાન રહી બીજાઓને પણ માર્ગમાં સ્થાપે છે.
૨૧. લબ્ધલક્ષ-શીખવા યોગ્ય ધમનુષ્ઠાનનું જેણે લક્ષ રાખ્યું છે તે. આવો પુરુષ વંદન-પડિલેહણ આદિ ધર્મકૃત્યને જાણે પૂર્વભવમાં અભ્યાસ કર્યો હોય એમ જલદી જ જાણે છે. શ્રાવક આવા એકવીશ ગુણોથી યુક્ત હોય છે. (પ-૬-૭-૮) (દર્શનશુદ્ધિ પ્રકરણ-ધર્મરત્ન પ્રકરણ) .. विहिवायं नयवायं, आगमवायं खु चरियअणुवायं ।
नाऊण सुसीलाणं, जो कुणइ सयावि सो सड्डो ॥९॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org