________________
.૬૪
- સંબોધ પ્રકરણ વિશેષાર્થ
૧. અશુદ્ર– ઉતાવળીયો અને છીછરો નહીં, પણ ઉદાર, ધીર અને ગંભીર. આવો જીવ સ્વપરનો ઉપકાર કરવા સમર્થ હોય છે.
૨. રૂપવાન- સંપૂર્ણ અંગોપાંગવાળો, પાંચેય ઇંદ્રિયથી પરિપૂર્ણ હોવાના કારણે સુંદર દેખાતો અને સારા સંઘયણ (બાંધા)વાળો હોય તે રૂપવાન ગણાય.
૩. પ્રકૃતિ સૌમ્ય સ્વભાવથી જ પાપકાર્ય નહિ કરનારો, શાંત સ્વભાવથી બીજાઓને પણ ઉપશાંત કરે.
૪. લોકપ્રિયત્ન નિંદા, જુગાર, શિકાર વગેરે શાસ્ત્રોમાં કહેલા આ લોક અને પરલોક વિરુદ્ધ કાર્યો નહિ કરનારો, દાન-વિનય આદિ સદાચારથી યુક્ત લોકપ્રિય થઈ લોકોને ધર્મમાં બહુમાન ઉપજાવે.
૫. અક્રૂર-દૂર પરિણામવાળો ધર્મને સારી રીતે સાધવા સમર્થન થાય, તેથી પ્રશસ્ત ચિત્તવાળો, કષાય-ક્લેશથી રહિત પ્રસન્ન ચિત્તવાળો હોય.
૬. પાપભીરુ– આ લોક અને પરલોકના દુઃખોને વિચારી પાપમાં ન પ્રવર્તે અને અપયશના કલંકથી ડરનારો હોય.
૭. અશઠ– અશઠ પુરુષ બીજાને ઠગતો નથી, તેથી તે વિશ્વાસ કરવા યોગ્ય તથા વખાણવા યોગ્ય હોય છે અને ભાવપૂર્વક ધર્મમાં ઉદ્યમ કરે છે.
૮. સુદાક્ષિણ્ય- સુદાક્ષિણ્ય ગુણવાળો પોતાનો કામધંધો મૂકીને બીજાને ઉપકાર કરતો રહે છે, તેથી તેનું વાક્ય સૌ કબૂલ રાખે છે, અને સૌ તેને અનુસરે છે.
૯. લજ્જાળુ નાનામાં નાના પણ અકાર્યને દૂરથી ત્યાગ કરનારો, સદાચારને આચરનારો અને સ્વીકારેલા કાર્યને નહીં મૂકનારો.
૧૦. દયાળુ દયા ધર્મનું મૂળ છે તેથી દુઃખી, દરિદ્રી અને ધર્મરહિત વગેરે પ્રાણીઓ પ્રત્યે દયાના પરિણામવાળો.
૧૧. મધ્યસ્થ– રાગ-દ્વેષથી રહિત હોવાના કારણે વિશ્વને આદરણીય વિચનવાળો થાય છે. ૧, બીજાઓ તો સત્કથ અને સુપયુક્ત એમ બે ગુણોને અલગ માને છે તથા મધ્યસ્થ અને સૌમ્યદષ્ટિ એ બેને એક જ ગુણ માને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org