________________
અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર ૪. અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર संपत्तदंसणाई, पइदियहं जइजणाओ निसुणेइ। सामायारिं परमं, जो खलु तं सावगं बिंति ॥१॥ संप्राप्तदर्शनादिः प्रतिदिवसं यतिजनाद् निकृणोति । સામાવારી પરમાં યઃ સવા તં શ્રાવ ઝુવતે I ? I ... (અહીં શ્રાવકધર્મને કહેવાનું શરૂ કર્યું છે. શ્રાવકધર્મને આચરનાર શ્રાવક હોય છે. આથી ગ્રંથકાર શ્રાવક શબ્દના અર્થનું જ પ્રતિપાદન કરે છે.)
ગાથાર્થ સમ્યગ્દર્શનાદિને પામેલો જે પ્રતિદિન સાધુઓની પાસે પરમ સામાચારીને અવશ્ય સાંભળે છે તેને શ્રાવક કહે છે.
વિશેષાર્થ– સમ્યગ્દર્શન આદિને પામેલો- અહીં સમ્યગ્દર્શનને પામેલો એમ કહેવાથી સમ્યગ્દષ્ટિ જીવનું ગ્રહણ કર્યું છે. આથી જે સમ્યગ્દષ્ટિ છે તે શ્રાવક છે, મિથ્યાદષ્ટિ શ્રાવક નથી. આદિ શબ્દથી અણુવ્રતો વગેરેનું ગ્રહણ કરવું.
પરમ "સામાચારીને- સાધુ-શ્રાવકની પ્રધાન સામાચારીને. શિષ્યોએ આચરેલો ક્રિયાસમૂહ સામાચારી છે. કહે છે– તીર્થકરો અને ગણધરો કહે છે.
ભાવાર્થ-જે જીવ સમ્યકત્વને પામ્યો છે અને અણુવતો વગેરેનો પણ સ્વીકાર કર્યો છે તે જીવ દરરોજ સાધુઓ પાસેથી સાધુ-શ્રાવકની સામાચારીને અવશ્ય સાંભળે છે માટે તે શ્રાવક છે. (જે સાંભળે તે શ્રાવક એવો શ્રાવક શબ્દનો શબ્દાર્થ છે. આવો શબ્દાર્થ સમ્યકત્વને પામીને સાધુઓ પાસેથી દરરોજ સાધુ-શ્રાવકની સામાચારીને સાંભળનારમાં ઘટે છે. માટે તે સાચો શ્રાવક છે. આનાથી એ સમજી શકાય છે કે, જેમ બ્રાહ્મણ કુળમાં જ ઉત્પન્ન થયેલો બ્રાહ્મણ કહેવાય છે, તેમ અમુક કુળમાં ૧. સમાચાર શબ્દથી સામાચારી શબ્દ બન્યો છે. તે આ પ્રમાણે સમાચારનો ભાવ તે સમાચાર્ય.
અહીં સમાચાર શબ્દ પછી ભાવ અર્થમાં સિ.કે.શ./૭/૧/૬૦ સૂત્રથી સૂર્ય પ્રત્યય લાગતાં સામાચાર્ય શબ્દ બન્યો. પછી સ્ત્રીલિંગમાં સિ.કે.શ.૨/૪/૨૦ સૂત્રથી કર પ્રત્યય લાગતા સામાચારી શબ્દ બન્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org