________________
સમ્યકત્વ અધિકાર
૪૯ લક્ષણ જેમાં હોય તે જ ભાવસમ્યકત્વ જાણવું. આવું જ સમ્યકત્વ પ્રશમાદિ લિંગનું જનક છે, અર્થાત્ સ્વકાર્ય (પ્રશમ વગેરે) કરે છે. અન્ય(=દ્રવ્ય) સમ્યકત્વ પ્રગમાદિજનક નથી. યથોક્ત=ભાવ) સમ્યકત્વથી તીવ્ર શુભભાવ થાય છે. કોઈ વસ્તુ જ્યારે અજ્ઞાત હોય છે. તેના ગુણોનું વિશેષ જ્ઞાન હોતું નથી ત્યારે તેના ઉપર સામાન્ય શ્રદ્ધા હોય છે. તે જ વસ્તુ જ્ઞાત બને છે તેના ગુણોનું વિશેષ જ્ઞાન થાય છે ત્યારે તેના વિષે પૂર્વે જે શ્રદ્ધા હતી તેના કરતાં અનંતગણી શ્રદ્ધા વધી જાય છે.
આ હકીકતને આપણે દષ્ટાંતથી વિચારીએ. રોગીને રોગ દૂર કરનારા ઔષધનું નામ સાંભળતાં એ ઔષધ પ્રત્યે શ્રદ્ધા જાગે છે, પણ જ્યારે એ ઔષધનું વિશેષજ્ઞાન મેળવે છે, તેમાં રહેલી અદ્ભુત શક્તિનું ચોક્કસ જ્ઞાન થાય છે, આના સેવન વિના મારો રોગ નહિ જાય એવી ચોક્કસ ખાત્રી થાય છે, ત્યારે તેની શ્રદ્ધા કઈ ગુણી વધી જાય છે. હીરાના હાર પ્રત્યે બાળકને જે શ્રદ્ધા હોય છે તેનાથી અનંતગણી શ્રદ્ધા મોટા માણસને હોય છે. એકાએક રત્નની પ્રાપ્તિ થતાં એ રત્ન પ્રત્યે શ્રદ્ધા જાગે છે. પણ તેની પરીક્ષા કરતાં તેના ગુણોનું જ્ઞાન થતાં આ તો જીવનપર્યત દરિદ્રતાને ફેડનાર ચિંતામણી રત્ન છે એવી ખબર પડતાં તેના પ્રત્યે અનંતગણી શ્રદ્ધા પ્રગટે છે. બાળપોથીમાં ભણતા વિદ્યાર્થીને અભ્યાસ પ્રત્યે જે શ્રદ્ધા હોય છે, તેનાથી કઈગુણી શ્રદ્ધા કોલેજના વિદ્યાર્થીને હોય છે. (૮૦) निच्छयओ सम्मत्तं, नाणाइमयप्पसुद्धपरिणामो। भत्तिबहुमाणमाइ-लक्खणजुत्ते य ववहारे॥८१॥ निश्चयतः सम्यक्त्वं ज्ञानादिमयात्मशुद्धपरिणामः।। . -િવહુનાનાતિક્ષાયુ વ વ્યવહાર II & II. ... ૧૪૩
ગાથાર્થ– જ્ઞાનાદિમય આત્માનો શુદ્ધ પરિણામ નિશ્ચયથી સમ્યકત્વ છે. ભક્તિ-બહુમાન વગેરે લક્ષણોથી (=સડસઠ ભેદોથી) યુક્ત વ્યવહાર એ વ્યવહારથી સમ્યકત્વ છે.
વિશેષાર્થ– જ્ઞાન-દર્શનચારિત્રમય આત્માનો શુદ્ધ પરિણામ તે નિશ્ચય સમ્યકત્વ છે. નિશ્ચય સમ્યકત્વમાં હેતુભૂત સમ્યકત્વના ૬૭ ભેદોનું જ્ઞાન, શ્રદ્ધા અને ક્રિયારૂપે યથાશક્તિ પાલન કરવું એ વ્યવહાર સમ્યકત્વ છે. (સમ્ય૦ સ્તવ૦ ગા.૧૧) (૮૧).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org