________________
સમ્યકત્વ અધિકાર
૩. આત્મા કર્તા છે– મિથ્યાત્વ, અવિરતિ, કષાય વગેરે કર્મબંધનાં કારણોથી યુક્ત આત્મા પોતે તે કારણો દ્વારા તે તે કર્મોને ઉપજાવે છેબાંધે છે. આ કથનથી આત્મા કાંઈ કરતો જ નથી-એમ માનનારા કપિલનો સાંખ્યમત અસત્ય ઠરે છે.
૪. આત્મા ભોક્તા છે- “સઘં પાલતા મુwફ રાજુમાવતો મફ' અર્થાત–“સઘળું કર્મ પ્રદેશો દ્વારા ભોગવાય છે, રસ દ્વારા તે ભોગવાય પણ ખરું કે ન પણ ભોગવાય; એમ વિકલ્પ છે.' આગમના આ વચનથી પણ જીવ ભોક્તા છે એ નક્કી છે. જેઓ એમ માને છે કે–જીવ અભોગી જ છે, તેમનો મત આથી અસત્ય ઠરે છે.
૫. આત્માનો મોક્ષ થાય છે– એટલે કે-જીવને રાગ, દ્વેષ, મદ, મોહ વગેરેનો અને તેના ફળસ્વરૂપે જન્મ, જરા, મરણ, રોગ વગેરે દુઃખોનો આત્યંતિક ક્ષય થાયતે જ તેનો મોક્ષ છે. આ વચનથી “જેમ દીવો બૂઝાયા. પછી કાંઈ રહેતું નથી, તેમ આત્માના નિર્વાણ પછી કાંઈ રહેતું નથી.” એવું નિવણ-મોક્ષનું સ્વરૂપ માનનારા બુદ્ધના અનુયાયીઓનો મત પણ અસત્ય ઠરે છે. મોક્ષ-નિર્વાણની વ્યાખ્યા બૌદ્ધશાસ્ત્રમાં આ પ્રમાણે છે
दीपो यथा निर्वृतिमभ्युपेतो, नैवावनी गच्छति नान्तरिक्षम् । . . दिशं न काञ्चिद्विदिशं न काञ्चित्, स्नेहक्षयात् केवलमेति शान्तिम् ॥१॥
“જેમ તેલ ખૂટવાથી બૂઝાઈ ગયેલો દીવો પાતાળમાં, આકાશમાં, કોઈ દિશામાં કે વિદિશામાં, ક્યાંય જતો નથી-માત્ર શાંત થઈ જાય છે, તેમ જીવનું નિર્વાણ થવાથી જીવ પણ બૂઝાઈ ગયેલા દીવાની જેમ
શાંતિને પામે છે.” - આ તેમનું મંતવ્ય અસત્ય છે, કારણ કે–એમ માનવાથી દીક્ષા વગેરે કાર્યો, કે જે આત્માના સુખને ઉદ્દેશીને કરણીય જણાવ્યાં છે તે વ્યર્થ ઠરે છે. દીવાનું આ દષ્ટાંત પણ જીવના મોક્ષની સાથે ઘટતું નથી. આ વિષયમાં બીજા ગ્રંથોમાં વિસ્તાર છે તે ત્યાંથી જાણી લેવો.
૬. મોક્ષનો ઉપાય છે– સભ્ય જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ મુક્તિનાં સાધનો હોવાથી મોક્ષના ઉપાયો છે જ. આથી જેઓ કહે છે કે–મોક્ષના ઉપાયો જ નથી, તેઓ અસત્યવાદી ઠરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org