________________
૪૬
સંબોધ પ્રકરણ સમકિતરૂપી પાયા વિના ધર્મરૂપી મહેલ નિશ્ચલ-સ્થિર બને નહિ તૂટી જાય, માટે “સમકિત એ ધર્મરૂપી મહેલનો મજબૂત પાયો” છે. .
૪. નિધિ ભંડાર, જેમ મહામૂલ્યવાન મણિ, મોતી, સુવર્ણ વગેરે ચીજો તિજોરી કે ભંડાર વિના મળે નહિ, (કે સુરક્ષિત રહી શકે નહિચોરાઈ જાય), તેમ સમકિતરૂપી ભંડાર વિના ચારિત્રરત્ન પ્રાપ્ત થાય નહિ, (કે સુરક્ષિત રહે નહિ, મોહના લૂંટારાઓ લૂંટી જાય), માટે “સમકિત એ ધર્મરૂપ (જ્ઞાનાદિ) રત્નોનો ભંડાર છે.
૫. આધાર– જેમ જગત પૃથ્વી વિના નિરાધાર રહી શકે નહિ. તેમ ધર્મરૂપ જગત પણ સમકિત વિના નિરાધાર રહી શકે નહિ, માટે “સમકિત એ ધર્મજગતનો આધાર છે.
૬. ભાજન– જેમ પાત્ર વિના દૂધ, ઘી વગેરે રસો નાશ પામે, તેમ સમકિતરૂપ ભાજન વિના ધર્મરસ પણ નાશ પામે, ચાખી પણ શકાય નહિ, માટે “સમકિત એ ધર્મરસનું ભાજન' છે. ,
આ છ પ્રકારે સમકિતને ભાવવાથી-વિચારવાથી તે આત્માનું વહેલામાં વહેલું મોક્ષસાધન બને છે, માટે આને સમકિતની ભાવનાઓ કહી છે. (૭૭)
अस्थि जिओ १ तह णिच्चो २, कत्ता ३ भुत्ता य पुण्णपावाणं ४। अत्थि धुवं निव्वाणं ५, तस्सोवाओ यः६ छ टाणा ॥७८ ॥ अस्ति जीवस्तथा नित्यः कर्ता भोक्ता च पुण्यपापयोः । ગતિ ધ્રુવં નિવાં તોપાયશ પથાનાનિ II 9૮ . ૨૪૦ ગાથાર્થ– જીવ છે, જીવ નિત્ય છે, જીવ પુણ્ય-પાપનો કર્તા અને ભોક્તા છે, નિશ્ચ મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, એણ માનવું એ છે સમ્યકત્વનાં સ્થાનો છે.
૧. આત્મા છે– નાસ્તિકો આત્માનું અસ્તિત્વ જ માનતા નથી તે આ માન્યતાથી અસત્ય ઠરે છે, આત્મા સતરૂપે છે જ.
૨. આત્મા નિત્ય છે– આત્માને ઉત્પત્તિ કે નાશ થવાનું કારણ નહિ હોવાથી તે નિત્ય પદાર્થ છે. બૌદ્ધો આત્માનું અસ્તિત્વ સ્વીકારવા છતાં તેને નાશવંત માને છે, તે આ કથનથી અસત્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org