________________
૪૫
સમ્યકત્વ અધિકાર આ છે કારણોએ “અંતરમાં ગૌરવ, ભક્તિ કે આરાધનાની બુદ્ધિ આદિ વિના કેવળ દ્રવ્યથી (બહાર દેખાવરૂપે) વંદન વગેરે કરવું પડે તો સમકિતમાં દોષ ગણ્યો નથી.' (૭૬).
भाविज्ज मूलभूयं १, दुवारभूयं २ पइट्ठ ३ निहिभूयं ४ । आहार ५ भायणमिमं ६, सम्मत्तं चरणधम्मस्स ॥७७ ॥ भावयेद् मूलभूतं द्वारभूतं प्रतिष्ठं निधिभूतम् । આધાર નહિં સર્વ વરધર્મ II 9૭
૨૩૨ ગાથાર્થ-આસમ્યકત્વચારિત્ર ધર્મનું મૂળસ્વરૂપ, દ્વારસ્વરૂપ, પીઠિકા સ્વરૂપ, નિધિ સ્વરૂપ, આધાર અને ભાજન છે એમ વિચારે-ચિંતવે.
વિશેષાર્થ–૧. મૂલ- (જેમ દઢ મૂલમાંથી ઉગીને વૃક્ષ ફળ આપે છે, તેમ મૂળરૂપ સમકિત જ્યાં દઢ હોય ત્યાં ચારિત્રધર્મરૂપી વૃક્ષ ઉગીને પરિણામે મોક્ષરૂપ ફળ આપે છે.) જેમ મૂલ વિના વૃક્ષ ટકતું નથી, તેમ સમકિત વિના કુતીર્થિકોના મતરૂપી પવનથી ડોલાયમાન થતું ધર્મવૃક્ષ પણ ટકતું નથી. માટે “સમકિત એ ધર્મવૃક્ષનું મૂળ છે.
૨. દ્વાર– દરવાજો જેમ નગર સુંદર હોય અને ચારેય બાજુ કિલ્લો મજબૂત હોય, પણ દરવાજો ન હોય તો નગરમાં જવા-આવવાનું કે નગરને જાણવા-જોવાનું કાર્ય થઈ શકતું નથી, તેમ ધર્મરૂપ નગરમાં પણ સમ્યક્ત્વ દ્વાર વિના પ્રવેશ થઈ શકતો નથી, તેમ ધર્મનું સત્ય સ્વરૂપ પણ જાણી શકાતું નથી; આથી ધર્મનગરનું સ્વરૂપ જાણવા માટે “સમકિત એ પ્રવેશદ્વાર છે.
૩. પીઠિકા- પાયો. જેમ જમીનમાં પાયો ખોદી, તેને મજબૂતાઈથી પૂરી તેના ઉપર બાંધેલો મહેલ સ્થિર રહે, તે સિવાય ટકે નહિ. તેમ ૧. શક્તિવંત આત્માએ રાજાદિના બલાત્કારમાં પણ શ્રી સિદ્ધસેનંદિવાકરસૂરિજી કે શ્રી
કુમારપાળ મહારાજા આદિની જેમ વંદનાદિ નહિ કરતાં, પોતાની શક્તિનો ઉપયોગ કરી તેવા અવસરે જૈનશાસનની પ્રભાવના કરવી અને અશક્ત આત્માઓએ શાસનની એપભાજન ન થાય તે હેતુથી અપવાદ સેવવો તે હિતાવહ છે. સામાન્ય-અલ્પ સત્ત્વવાળા આત્માને માટે જ્ઞાનીઓએ આ માર્ગો રાખ્યા છે. જે અજ્ઞાનથી તેવા પ્રસંગે વંદનાદિ ન કરે તે ધર્મની અપભ્રાજના કરવાથી જ્ઞાનીના વચનનો વિરાધક થાય છે. જ્ઞાનીઓએ કહેલા વિધિ-નિષેધો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પુરુષ સાપેક્ષ હોઇ તેનો વિવેક કરણીય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org