________________
૪૪ :
સંબોધ પ્રકરણ रायाभिओगो य १ गणाभिओगो २, बलाभिओगो य ३ सुराभिओगो ४ । कंतारवित्ती ५ गुरुनिग्गहो य ६, छच्छिडियाओ जिणसासणंमि ॥ ७६ ॥... राजाभियोगश्च गणाभियोगो बलाभियोगश्च सुराभियोगः। વસ્તારવૃત્તિનિધ્ર પબ્લિા જિનશાસને II 9 II . ... ૨૩૮
ગાથાર્થ– રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, દેવાભિયોગ, કાંતારવૃત્તિ અને ગુરુ નિગ્રહ એ છ જૈનશાસનમાં છીંડીઓ આગારો છે.
વિશેષાર્થ અહીં અભિયોગ શબ્દનો “ઇચ્છા વિના-બલાત્કારે એવો અર્થ સમજવો. તેમાં ૧. રાજાભિયોગ– રાજા વગેરેનો દુરાગ્રહ, (બલાત્કાર) પરવશપણું. ૨. ગણાભિયોગ– સ્વજન-સંબંધીઓ કે અન્ય નગરજનો વગેરે જનસમૂહનો આગ્રહ-પરાધીનતા. ૩. બલાભિયોગહઠનો ઉપયોગ અર્થાત કોઇ દુરાગ્રહી હઠીલાનો (બળવાનનો) આગ્રહ.'૪. દેવાભિયોગ– કુલદેવી (કે બીજાં દુષ્ટ દેવ-દેવી) વગેરેનો બલાત્કાર કે શરીરપ્રવેશાદિ. ૫. કાંતારવૃત્તિ- જંગલ આદિમાં કોઈ પ્રાણાંત કષ્ટ આવે અગર આજીવિકાનો નિર્વાહ કરવાની ભારે મુશ્કેલી આવે, તેવા “વિકટ પ્રસંગને કાંતારવૃત્તિ કહી છે. અર્થાત્ તેવો પ્રાણનો સંકટપ્રસંગ. અને દ. ગુરુનિગ્રહ-નીચે જણાવાતા ગુરુવર્ગ પૈકી કોઇનો પણ તેવો આગ્રહ. (પ્રવચન સારોદ્ધાર ગા-૯૩૯) કહ્યું છે કેमाता पिता कलाचार्य, एतेषां ज्ञातयस्तथा । वृद्धा धर्मोपदेष्टारो, गुरुवर्गस्सतां मतः ॥१॥
(યોગબિંદુ, શ્લોક-૧૧૦) “માતા, પિતા, વિદ્યાગુરુ તે દરેકના સંબંધીઓ, વૃદ્ધ પુરુષો અને ધર્મોપદેશકો એ દરેક ગુરુઓ છે, એમ સપુરુષો કહે છે.” (આમાંના કોઇનો આગ્રહ તેને ગુસનિગ્રહ જાણવો.)
શ્રી જિનશાસનમાં ઉપર જણાવી તે છ છીંડીઓ એટલે અપવાદમાર્ગો છે. ટૂંકમાં સમકિતી આત્માને ઉત્સર્ગ માર્ગે પરધર્મી વગેરેને (ઉપર જયણામાં કહ્યાં તે) વંદનાદિ કરવાનો નિષેધ છે, છતાં રાજાભિયોગાદિ ૧ અન્યત્ર ચોર, લૂંટારા વગેરે દુષ્ટોના બલાત્કારને બલાભિયોગ કહ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org