________________
સમ્યકત્વ અધિકાર
તેમ કરતા થઈ જાય, વગેરે મિથ્યાત્વનો પ્રવાહ વધે, માટે આ છ જયણા સમકિતવંતે સાચવવી. ૧. વંદન- મસ્તક નમાવવું (કે હાથ જોડવા) તે. ૨. નમન-સ્તુતિ-ગુણગાન કરવાપૂર્વક પંચાંગાદિ પ્રણામ કરવો તે. ૩. આલાપ (સન્માનની બુદ્ધિએ) તેમણે બોલાવ્યા સિવાય જ કોઈ વખત તેમની સાથે બોલવું તે. ૪. સંલાપ– બોલાવ્યા પછી જવાબ આપવો તે ઔચિત્ય છે.) તેમની સાથે વારંવાર એ પ્રમાણે વાર્તાલાપ કરવો તે. આ આલાપ-સંલાપ કરવાથી પરિચય વધતાં, તેમની દરેક ક્રિયાને જોવાના, સાંભળવાના વગેરે પ્રસંગો બને અને આખરે સમકિત ચાલ્યું જવાનો પ્રસંગ પણ આવે. ૫. દાન– ઉપર જણાવેલા તે અન્યધર્મી વગેરેને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્રવગેરે પૂજ્યબુદ્ધિથી આપવું તે. અનુકંપાબુદ્ધિએ તો આપવાનો નિષેધ નથી. કહ્યું છે કેसव्वेहि पि जिणेहि, दुज्जयजिअरागदोसमोहेहिं । सत्ताणुकंपणट्टा, दाणं न कहि वि पडिसिद्धं ॥१॥
“દુર્જ એવા રાગ, દ્વેષ અને મોહને જેઓએ જીત્યા છે, તે સઘળાય વિતરાગ જિનેશ્વરોએ કોઈ અનુકંપાના પાત્રને અનુકંપાબુદ્ધિથી દાન
આપવાનો નિષેધ કર્યો નથી.” (માટે અહીં પૂજ્યબુદ્ધિથી આપવાનો નિષેધ સમજવો.)
૬. પ્રદાન– તે પરદર્શની વગેરેની, તેમના દેવ વગેરેની મૂર્તિની, કે તેમણે કબજે કરેલા જિનબિંબો કે મંદિરોની, પણ પૂજા-ભક્તિ નિમિત્તે કેસર, ચંદન, પુષ્પ વગેરે પૂજાની સામગ્રી વગેરે આપવું તે. અહીં વગેરે શબ્દથી તેઓનો વિનય, વેયાવચ્ચ, યાત્રા, સ્નાન વગેરે પણ પ્રદાનમાં સમજવું. (અન્યત્ર પ્રદાનના સ્થાને વિધર્મી ધર્મગુર્નાદિને વારંવાર દાન કરવારૂપ “અનુપ્રદાન કર્યું છે.)
આ ઉપર જણાવ્યાં તે વંદન, નમન, આલાપ, સંતાપ, દાન તથા પ્રદાનનાં કાર્યોને વર્જવાથી સમકિતની યતના-રક્ષા થાય છે, સમકિતને નિર્મળ સુરક્ષિત રાખવા માટે સમકિતના આચારરૂપે તે નહિ કરવાનાં હોવાથી તેને સમકિતની જયણા (રક્ષા) કહી છે. (૭૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org