________________
૪૨ .
- સંબોધ પ્રકરણ જે શ્રી જિનેશ્વરોએ કહ્યું છે તે જ સત્ય અને શંકા વગરનું છે, એવી માન્યતાવાળો અને અન્યની અભિલાષારૂપ આકાંક્ષા વિનાનો આત્માનો શુભ પરિણામ, તે સમ્યકત્વ (આસ્તિક્ય) સમજવું.” (૭૩). परतित्थीणं तद्देवयाणं तग्गहियचेइयाणं च। जं छव्विहवावारं, न कुणइ सा छव्विहा जयणा ॥७४॥ . परतीथिनां तद्देवतानां तद्गृहीतचैत्यानां च। ય પદ્વિધવ્યાપાર ન કરોતિ સી પદ્વિધા યતના II 98 II. રૂદ ગાથાર્થ– અન્યતીર્થિકો, અન્યતીર્થિકોના દેવો અને અન્યતીર્થિકોએ ગ્રહણ કરેલી (=પોતાની કબજામાં રાખેલી) જિનપ્રતિમાને વિષે છ પ્રકારની પ્રવૃત્તિ ન કરવી તે છ પ્રકારની યતના છે. (૭૪). वंदणनमंसणं वा, दाणाणुपयाणमेसि वज्जेइ। आलावं संलावं, पुव्वमणालत्तगो न करे॥७५ ॥ वन्दन-नमस्यनं वा दानानुप्रदानमेषां वर्जति । માતા સંતાપ પૂર્વમના પિતા ને સુર્યા ા ૭૫ II . ... ૨૩૭
ગાથાર્થ સમ્યગ્દષ્ટિ જીવ પૂર્વોક્ત અન્યતીર્થિક વગેરેને વંદન, નમસ્કાર, દાન, અનુદાન, પહેલાં તેમના બોલાવ્યા વિના આલાપ અને સંલાપ આ છ ન કરે.
ભાવાર્થ– “પરિવ્રાજક, ભિક્ષુક, સંન્યાસ વગેરે અન્યદર્શનીયો, તેઓના મહાદેવ, વિષ્ણુ વગેરે દેવો તથા દિગંબર વગેરેએ પોતાના દેવ તરીકે સ્વીકારેલાં અરિહંતનાં (શ્વેતાંબરમાન્ય) પ્રતિમાજી કે મહાદેવ વગેરેના અનુયાયીઓએ પોતાના કબજે કરી લીધેલું (ઉજજયનીમાં સીમા નદીના કાઠે અવંતિસુકુમાર મુનિના મરણાંત ઉપસર્ગસ્થાને તેમના ગૃહસ્થપુત્રે બંધાવેલું શ્રી અવંતિપાર્શ્વનાથ પ્રભુનું) મહાકાલ મંદિર વગેરે મંદિરો (પ્રતિમાઓ) એ સર્વેને ૧. વંદન, ૨. નમન, ૩. આલાપ, ૪. સંતાપ, ૫. દાન અને ૬. પ્રદાન ન કરવું, તે છ જયણા કહેવાય છે.”
તેઓને વંદન વગેરે કરવાથી તેઓના ભક્તો પોતાના (મિથ્થા) માર્ગમાં સ્થિર બને અને બીજા જૈનો પણ સમકિતીની તેવી પ્રવૃત્તિ દેખીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org