________________
સમ્યકત્વ અધિકાર
૪૧ દેવ, એ ચારેય ગતિમાં દુઃખ માનીને જ કાળ નિર્ગમન કરે, અર્થાત્ ક્યારે હું સંસારમાંથી નીકળું?' એમ ઝંખનાપૂર્વક રહે.” ઉપર જણાવ્યાં તે સંવેગ અને નિર્વેદનો અર્થ બીજા ગ્રંથકારો ઊલટો કહે છે. એટલે કે–સંવેગનો અર્થ “સંસાર પ્રત્યે વૈરાગ્ય અને નિર્વેદનો અર્થ “મોક્ષની અભિલાષા', એમ સંવેગને નિર્વેદ અને નિર્વેદને સંવેગ કહે છે.
(૪) અનુકંપા- નિષ્પક્ષપાતપણે દુઃખીયાઓનાં દુઃખોને ટાળવાની ઇચ્છા, તેને અનુકંપા કહી છે. પક્ષપાતથી તો સિંહ-વાઘ જેવા ક્રૂર જીવોને પણ પોતાનાં બચ્ચાંઓ વગેરેનાં દુઃખોને દૂર કરવાની ઇચ્છા હોય છે, પણ તે કરુણા મનાતી નથી. આ અનુકંપા દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. શક્તિ પ્રમાણે દુઃખીયાઓનાં દુઃખોને ટાળવાની પ્રવૃત્તિને દ્રવ્ય-અનુકંપા અને તેઓને જોવાથી હૃદય દ્રવિત થાય તેને ભાવ-અનુકંપા કહેવાય છે. (અન્યત્ર શારીરિક વગેરે દુઃખોવાળા પ્રત્યેની દયાને દ્રવ્યદયા અને પાપાચરણ વગેરે કરનારા આત્માની દયાને ભાવદયા કહી છે.) કહ્યું છે કે
ट्ठण पाणिनिवहं, भीमे भवसागरंमि दुक्खत्तं । अविसेसओऽणुकंप, दुहावि सामथओ कुणइ ॥१॥
(વિંશિકા છઠ્ઠી, ગાથા-૧૨) : “ભયંકર સંસારસમુદ્રમાં દુઃખથી પીડાતા પ્રાણીઓને જોઇને નિષ્પક્ષપાતપણે યથાશક્તિદ્રવ્ય અને ભાવ, એમ બે પ્રકારની અનુકંપા કરે.” ' (૫) આસ્તિક્ય– (શ્રી જિનેશ્વરદેવોએ કહ્યાં છે તે) “જીવાદિ તત્ત્વો સત્ય જ છે' (નિઃશંક જ છે), એવી બુદ્ધિવાળો આસ્તિક કહેવાય અને તેના પરિણામને (ભાવને કે ધર્મને) આસ્તિક્ય (આસ્તિકતા) કહેવાય. અન્ય ધર્મીઓનાં (બીજા) તત્ત્વોને સાંભળવા છતાં પણ તેમાં આકાંક્ષા ન થાય, માત્ર એક શ્રી જિનકથિત તત્ત્વોનો જ તેને દૃઢ સ્વીકાર હોય, આવી શ્રદ્ધાવાળો આત્મા આસ્તિક કહેવાય. કહ્યું છે કે
मण्णइ तमेव सच्चं, नीसंकं जं जिणेहि पण्णत्तं । સુપરિણામ (મો) સમે, વણાવિશુત્તિસાત્રિો છે ?
(વિશિકા છઠ્ઠી, ગાથા-૧૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org