________________
૩૯
સમ્યકત્વ અધિકાર . “સ્વાભાવિક રીતિએ (નિસર્ગથી) અથવા તો કર્મોના અશુભ વિપાકોને (દુષ્ટ ફળોને) જાણીને કષાય વગેરેનો ઉપશમ થાય છે. આ ઉપશમથી જીવ અપરાધી ઉપર પણ કોપ કરતો નથી.”
અન્ય આચાર્યો તો ક્રોધની ચળ અને વિષયતૃષ્ણા શમી જાય અર્થાત વિષય-કષાયો શમી જાય, તેને શમ કહેવો એમ કહે છે. ઉપર જણાવ્યું તેવા સમકિતવાળો, સાધુપુરુષોની સેવા (સંગતિ) કરનારો આત્મા ક્રોધની વૃત્તિથી કે વિષયતૃષ્ણાથી કેમ ચપળ બને? અર્થાત ન જ બને!
પ્રશ્ન – જો ક્રોધવૃત્તિ અને વિષયતૃષ્ણા-એ બંનેની શાંતિને શમ કહ્યો, તો શ્રી શ્રેણિક મહારાજ, શ્રી કૃષ્ણજી વગેરે, કે જેઓ બીજા અપરાધી કે નિરપરાધી જીવો ઉપર પણ ક્રોધ કરનારા તથા વિષયોની તૃષ્ણાવાળા હતા, તેઓને “શમ' રૂપી આ લક્ષણ શી રીતિએ ઘટે? અને એ લક્ષણ વિના તેઓ સમ્યક્ત્વવાળા હતા એમ પણ કેમ કહેવાય ?
ઉત્તર- વસ્તુને ઓળખાવનાર ચિહ્ન વસ્તુની સાથે રહે જ એવો નિયમ નથી. જેમ કે–અગ્નિનું ચિહ્ન ધૂમ છે છતાં લોખંડના ગોળામાં રહેલા અગ્નિમાં કે રાખમાં ઢંકાએલા અગ્નિમાં ધૂમનો અંશ પણ હોતો નથી, તો શું તેને અગ્નિ નહિ કહેવો? હા ! એ સુનિશ્ચિત છે કે-જ્યાં ઓળખાવનાર ચિહ્ન (લિંગ) હોય ત્યાં ઓળખવાની) વસ્તુ (લિંગી) હોય જ. કહ્યું છે કેलिङ्गे लिङ्गी भवत्येव, लिङ्गिनि वेतरत् पुनः। નિયમ વિપથ (સ), સઘળી (બે) દ્વિ-નિફિનો છે ?
(યોગશાવે કિંઇ પ્ર૦ શ્લોક-૧૫ ટકા) જ્યાં લિંગ (ચિહ્નો હોય ત્યાં લિંગી (ઓળખવાની વસ્તુ) હોય જ, પણ લિંગ (ચિહ્ન) તો લિંગી (વસ્તુ) હોય ત્યાં હોય કે ન પણ હોય. (એટલે ચિહ્ન વિના પણ વસ્તુ રહી શકે, પણ વસ્તુ વિના ચિહ્ન તો ન જ હોય.) એમ લિંગ અને લિંગીના સંબંધમાં નિયમની વિપરીતતા છે.”
માટે શ્રી શ્રેણિક મહારાજ વગેરે સમકિતવંત હતા, તેથી શમવાળા હોવા જ જોઇએ-એવો નિયમ ન થઈ શકે. અર્થાત્ શમ વિના પણ સમકિત હોય-એમ સમજવું. અથવા તો બીજું સમાધાન એ પણ છે કે–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org