________________
સમ્યકત્વ અધિકાર
૩૭ વિશેષાર્થ– (૧) જૈનશાસનમાં કૌશલ્ય- અહીં કૌશલ્ય એટલે નિપુણતા. (અર્થાત શ્રીજિનાગમમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં એટલે કેકેટલાંક વિધિવચનો છે. કેટલાંક ઉદ્યમમાં પ્રેરનારાં છે, કેટલાંક પદાર્થોના વર્ણનરૂપે છે. કેટલાંક ભય પેદા કરનારાં છે, કેટલાંક ઉત્સર્ગવચનો છે, કેટલાંક અપવાદરૂપે છે, તો કેટલાંક ઉત્સર્ગ-અપવાદ ઉભયરૂપે છે; ઈત્યાદિ અનેક અપેક્ષાવાળા તે તે વચનોને અનુસરી દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ-પુરુષને આશ્રયીને તેવો તેવો વ્યવહાર કરવો. તેને જૈન પ્રવચનમાં-આગમમાં નિપુણતા કહી છે.) શ્રી જૈનશાસનની વ્યવસ્થામાંવ્યવહારમાં એવી નિપુણતાને જ જૈન શાસનમાં કૌશલ્ય સમજવું.
(૨) પ્રભાવના– આઠેય પ્રભાવકોનું કર્તવ્ય જે ઉપર જણાવ્યું, તે પ્રમાણે કરાતી શાસનની પ્રભાવના સ્વ-પર ઉપકાર કરનારી છે અને શ્રી તીર્થકર નામકર્મનું કારણ છે, તેથી સમકિતમાં તેની પ્રધાનતા જણાવવા માટે પુનઃ ભૂષણોમાં પણ ગણી છે.
(૩) તીર્થસેવા–તીર્થો દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારનાં છે. તેમાં શ્રી જિનેશ્વરોનાં જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન કે મોક્ષ જ્યાં જ્યાં થયાં હોય તે ભૂમિઓ, તથા શ્રી શત્રુંજય ગિરિરાજ વગેરે દ્રવ્ય તીથ છે. કહ્યું છે કે
जम्म दिक्खा नाणं, तित्थयराणं महाणुभावाणं । जत्थ य किर निव्वाणं, आगाढं दंसणं होइ ॥१॥
“મહામહિમાવંત શ્રી તીર્થકર ભગવંતોના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન કે નિવણ જ્યાં જ્યાં થયાં હોય, તે તે દ્રવ્યતીર્થો કહેવાય છે. તેની સ્પર્શનાથી) સમકિત આગાઢ એટલે (નિરપવાદ) સ્થિર થાય છે.”
જ્ઞાન, દર્શન અને ચારિત્રના આધારભૂત સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકારૂપ શ્રી શ્રમણ સંઘ અથવા પહેલા શ્રી ગણધર, તે બીજું ભાવતીર્થ કહેવાય છે. કહ્યું છે કે
तित्थं भंते ! तित्थं ? तित्थयरे तित्थं ? गोयमा ! अरिहा ताव नियमा तित्थयरे, तित्थं पुण चाउव्वण्णे समणसंघे पढमगणहरे वा ॥ (ભાવ સૂ૦ ૧૮૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org