________________
૩૩
સમ્યકત્વ અધિકાર
(નિરોગી) ચતુરાઈવાળા, કામી અને સ્ત્રી (વગેરે)થી પરિવરેલા યુવાન પુરુષને દૈવી ગાયન સાંભળવામાં જે રાગ હોય, તેથી પણ શુશ્રુષા ગુણવાળાને ધર્મશ્રવણનો રાગ અધિક હોય.”
(૨) ધર્મરાગ- પહેલો “શુશ્રુષા ગુણ મૃતધર્મના રાગરૂપ હોવાથી, અહીં ધર્મરાગ એટલે “ચારિત્રધર્મનો રાગ' એમ સમજવું. કર્મના દોષથી ચારિત્રને ન પામી શકે, તો પણ “જંગલરૂપ મહાઅટરીના પંથને કાપી થાકી ગયેલા, દરિદ્ર અને ભૂખથી પીડાતા બ્રાહ્મણને ઘેબર (મિષ્ટાન્ન) જમવામાં જેવો તીવ્ર રાગ હોય, તેથી પણ (સમકિતવંતને) ચારિત્રની અભિલાષા અધિક હોય.
(૩) દેવ-ગુરુની વૈયાવચ્ચ માટે પ્રતિજ્ઞા– ધમપદેશક વગેરે ઉત્તમ ગુરુઓની અને શ્રીઅરિહંતદેવોની (અર્થાત્ શ્રીજિનમંદિરો, મૂર્તિઓ વગેરેની તેઓની આજ્ઞાનુસાર આશાતના ન થાય તેમ) સેવા, પૂજા, ભક્તિ વગેરે અનેક પ્રકારે વેયાવચ્ચ કરવાનો નિયમ કરવો, તે સમ્યકત્વનું ત્રીજું લિંગ છે. (૬૨)
अरिहंत १ सिद्ध २ चेइय ३, सुए य ४ धम्मे य साहुवग्गे य ३ । आयरिय ७ उवज्झाए ८ पवयणे ९ दंसणे १० विणओ॥६३॥ પરંત-સિદ્ધ-ચૈત્ય-શ્રુતેષુ = ધર્મે ૨ સાધુ વા ભાવાર્થોપાધ્યાય પ્રવચને રને વિનયઃ II દૂર I ....Bર भत्ती पूया वण्णुज्जलणं वज्जणमवनवायस्स। आसायणपरिहारो, दंसणविणओ समासेण ॥६४॥ भक्तिः पूजा वर्णोज्ज्वलनं वर्जनमवर्णवादस्य। માતના પરિણા નવિનય સમાસેન II ૬૪ . ......... રદ્દ
ગાથાર્થ ભાવાર્થ– ૧. અરિહંત એટલે તીર્થકર ભગવંતો (તથા સામાન્ય કેવલીઓ), ૨. આઠેય કમરહિત સિદ્ધભગવંતો, ૩. ચૈત્યો એટલે જિનપ્રતિમાઓ (અને મંદિરો), ૪. શ્રુત એટલે આચારાંગાદિ આગમો, ૫. ધર્મ એટલે ક્ષમા વગેરે દશ પ્રકારનો યતિધર્મ, ૬. સાધુવર્ગ એટલે (આચાર્ય-ઉપાધ્યાય સિવાયના) સર્વ પ્રકારના મુનિઓનો સમૂહ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org