________________
સંબોધ પ્રકરણ (૨) પરમાર્થજ્ઞાતૃસેવન–પરમાર્થભૂત જીવાદિ તત્ત્વોના સમ્યગુજ્ઞાતા (સંવેગરંગમાં રમતા અને શુદ્ધ ધર્મના ઉપદેશક) શ્રી આચાર્ય ભગવંત વગેરે સાધુજનોની સેવા.
(૩) વ્યાપન્નવર્જન- જૈનદર્શન પામીને પણ વમી જવાથી સાધુવેષમાં રહેવા છતાં વિરુદ્ધ વર્તનારા નિહ્નવ, યથાચ્છેદક, પાસFા કે કુશીલા વગેરેનો ત્યાગ તેઓના સંસર્ગનો ત્યાગ.
(૪) કુદૃષ્ટિવર્જન–બૌદ્ધ વગેરે અન્યદર્શનીઓના સંસર્ગથી સમકિતમાં મલિનતા થાય માટે તેવા અન્યધર્મીઓના સંસર્ગનો ત્યાગ કરવો. (સંસર્ગથી દૂર રહેવું.) (૬૧)
परमागमसुस्सूसा १, अणुराओ धम्मसाहणे परमो २। जिणगुरुवेयावच्चे, नियमो ३ सम्मत्तलिंगाइ ॥६२॥ परमागमशुश्रूषाऽनुरागो धर्मसाधने परमः। , બિનકુવૈયાવૃજે નિયમ: સગવત્વત્તિના દર ૧ર૪
ગાથાર્થ– શુક્રૂષા, અનુરાગ અને વૈયાવૃજ્યમાં નિયમ એ ત્રણ સમ્યકત્વનાં લિંગો છે. શુશ્રુષા એટલે સાંભળવાની ઈચ્છા. ઉત્તમ આગમોને સાંભળવાની ઈચ્છા એ શુશ્રષા. ધર્મનાં જિનમંદિર વગેરે સાધનોમાં (અથવા ધર્મને સાધવામાં) ઉત્કૃષ્ટ અનુરાગ એ બીજું લિંગ છે. દેવ-ગુરુના વૈયાવૃજ્યમાં (વયાવચ્ચમાં) નિયમ એ ત્રીજું લિંગ છે.
વિશેષાર્થ– (૧) શુશ્રુષા- જેનાથી નિયમા તાત્ત્વિક-યથાર્થ બોધ થાય, તેવાં ધર્મશાસ્ત્રોને વિનયાદિ વિધિપૂર્વક સાંભળવાની ઇચ્છા. સંગીતકળા વગેરેની જાણ અને ચતુરાઇ ગુણવાળા નિરોગી) યુવાનને (સ્વસ્ત્રી સાથે બેસીને) દૈવી ગાયન સાંભળવામાં જે તીવ્ર ઇચ્છા (રાગ) હોય, તેથીય આ ઇચ્છા ઘણી જ હોય. કહ્યું છે કે
यूनो वैदग्ध्यवतः, कान्तायुक्तस्य कामिनो पि दृढं । किन्नरगेयश्रवणा-दधिको धर्मश्रुतौ रागः ॥१॥
(ષોડશા, ૨૨-૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org