________________
૨૪ :
સંબોધ પ્રકરણ ચઢાવવી, ઇત્યાદિ પ્રસિદ્ધ ચેષ્ટાઓ વડે કાયાથી બીજાને મિથ્યાત્વ ન કરાવે,. બીજાઓએ મિથ્યાત્વ કર્યું હોય ત્યારે ચપટી વગાડવી, હસવું વગેરે પ્રસિદ્ધ ચેષ્ટાઓ વડે કાયાથી બીજાના મિથ્યાત્વની પ્રશંસા ન કરે. (૨)
अभिग्गहियमणभिग्गहं च तहाऽभिनिवेसियं चेव । संसइयमणाभोगं, मिच्छत्तं पंचहा एयं ॥४७॥ अभिगृहीतमनभिग्रहं च तथाऽभिनिवेशितं चैव। ... સાંચમનામોનું મિથ્યાત્વ અગ્રધા તત્ ા ૪૭ ૧૦૬
ગાથાર્થ– અભિગૃહીત, અનભિગ્રહ, અભિનિવેશિત, સાંશયિક અને અનાભોગ એમ મિથ્યાત્વ પાંચ પ્રકારે છે. વિશેષાર્થ- બીજા ગ્રંથોમાં અભિગૃહીતના સ્થાને આભિગ્રહિક, અનભિગ્રહના સ્થાને અનાભિગ્રહિક, આભિનિવેશિતના સ્થાને આભિનિવેશિક અને અનાભોગના સ્થાને અનાભોગિક શબ્દ છે. બધાનો અર્થ સમાન જ છે.
(૧) આભિગ્રહિક– અભિગ્રહ એટલે પકડ, વિપરીત સમજણથી અતાત્ત્વિક બૌદ્ધ આદિ કોઈ એક દર્શન ઉપર આ જ સત્ય છે એવા અભિગ્રહથી પકડથી યુક્ત જીવની તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા તે આભિગ્રહિક મિથ્યાત્વ. આમાં વિપરીત સમજણ તથા અભિગ્રહ પકડ મુખ્ય ભાગ ભજવે છે.
(૨) અનાભિગ્રહિક– અનાભિગ્રહિક એટલે અભિગ્રહથી=પકડથી રહિત. અમુક જ દર્શન સત્ય છે એવા અભિગ્રહથી રહિત બનીને “સર્વ દર્શનો સત્ય છે' એમ સર્વ દર્શનો ઉપર શ્રદ્ધા રાખનાર જીવની તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા તે અનભિગ્રહિક મિથ્યાત્વ. આમાં યથાર્થ સમજણનો અભાવ તથા સરળતા મુખ્ય કારણ છે.
(૩) આભિનિવેશિક-અભિનિવેશ એટલે કદાગ્રહ-પકડ. યથાવસ્થિત તત્ત્વોને જાણવા છતાં અહંકાર આદિના કારણે અસત્ય સિદ્ધાંતને પકડી રાખનાર જીવની તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા એ આભિનિવેશિક મિથ્યાત્વ. આમાં અહંકારની પ્રધાનતા છે. અસત્ય સિદ્ધાંત વિશે અભિનિવેશ=પકડ અહંકારના પ્રતાપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org