________________
૨૨ :
સંબોધ પ્રકરણ चतुर्भेद मिथ्यात्वं त्रिविधं त्रिविधेन यो विवर्जयति। નિકું લખ્યત્વે મતિ કૃદંતી નીવD II 8, II. ... ૧૦૭
ગાથાર્થ– લૌકિક મિથ્યાત્વ દેવગત અને ગુરુગત એમ બે પ્રકારે તથા લોકોત્તર મિથ્યાત્વ પણ દેવગત અને ગુરુગત એમ બે પ્રકારે જાણવું. જે આત્મા તે ચારેય મિથ્યાત્વોને ત્રિવિધ ત્રિવિધ તજે છે, તેને નિષ્કલંક શુદ્ધ સમકિત હોય (પ્રગટે) છે.
વિશેષાર્થ– (૧) લૌકિક દેવગત મિથ્યાત્વ– વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા વગેરે લૌકિક દેવોને (સુદેવ માનીને) પૂજવાથી, પ્રણામ વગેરે કરવાથી અને તેઓના મંદિરોમાં જવાથી લાગે છે. તે તે દેશોમાં પ્રસિદ્ધ અનેક પ્રકારની પ્રવૃત્તિરૂપ આ લૌકિક દેવગત મિથ્યાત્વ સમજવું. અર્થાત્ ભિન્ન ભિન્ન દેશોમાં જુદા જુદા ધર્મવાળાઓના અનેક પ્રકારના દેવ હોય તથા તેની પૂજા વગેરેના પણ અનેક પ્રકારો હોય, તે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવી, તે સઘળા લૌકિક દેવગત મિથ્યાત્વના પ્રકારો સમજવા.
(૨) લૌકિક ગુરુગત મિથ્યાત્વ- બ્રાહ્મણ, તાપસ, સંન્યાસી વગેરે લૌકિક ગુરુઓને (સુગુરુ માનીને) નમસ્કાર કરવો, તેઓને દંડવત્ પ્રણામ કરવો, તેઓની સામે નમઃ શિવાય' ઇત્યાદિ બોલવું, તેઓની ધર્મકથા સાંભળવી અને તે પ્રમાણે આચરણ કરવા દ્વારા તેઓનું કે તેઓની કથા-ઉપદેશનું બહુમાન કરવું; વગેરે લૌકિક ગુગત મિથ્યાત્વના પણ અનેક પ્રકારો જાણવા.
(૩) લોકોત્તરદેવગત મિથ્યાત્વ–પરદર્શનીઓએ પોતાને કબજે કરેલી પોતાના દેવરૂપે માનેલી શ્રીજિનપ્રતિમાની પૂજા વગેરે કરવાથી તથા આ લોકના સુખના અર્થે જૈન તીર્થોની યાત્રાએ જવાની માનતા માનવાથી, વગેરે અનેકવિધ પ્રવૃત્તિ કરવાથી લોકોત્તર દેવગત મિથ્યાત્વ લાગે છે.
(૪) લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ- પાસત્યા, અવસગ્ન વગેરે કુસાધુઓને ધર્મગુરુરૂપ માનીને વંદન વગેરે કરવાથી અને ગુરુના સૂપ (પગલાં) મૂર્તિઓ વગેરેની આ લોકના સુખને માટે યાત્રા, બાધા, માનતા વગેરે કરવાથી વગેરે અનેકવિધ પ્રવૃત્તિથી લોકોત્તર ગુગત મિથ્યાત્વ લાગે છે. (૪૪-૪૫) (દર્શનશુદ્ધિ પ્રકરણ ગા-૩૪-૩૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org