________________
૨૦ *
સંબોધ પ્રકરણ (૩) વિચિકિત્સા– વિચિકિત્સા એટલે સંશય સંદેહ. ધર્મના ફળનો સંદેહ રાખવો. મેં કરેલી તપ વગેરે સાધનાનું ફળ મને મળશે કે નહિ? લોકમાં ખેતી વગેરે ક્રિયાઓ ઘણી વખત સફળ થાય છે અને ઘણી વખત સફળ થતી નથી. તેમ આ જૈન ધર્મના પાલનથી ( દાન આદિના સેવનથી) તેનું ફળ મને મળશે કે નહિ? એ પ્રમાણે સંશય રાખવો.
શંકા અને વિચિકિત્સામાં તફાવત– શંકા અને વિચિકિત્સા એ બંનેમાં શંકા તો છે જ, પણ શંકાનો વિષય ભિન્ન ભિન્ન છે. શંકા અતિચારમાં શંકાનો વિષય પદાર્થો કે ધર્મ છે. જ્યારે વિચિકિત્સા અતિચારમાં શંકાનો વિષય ધર્મનું ફળ છે. અર્થાત્ શંકા રૂપ અતિચારમાં પદાર્થની કે ધર્મની શંકા હોય છે અને વિચિકિત્સામાં ધર્મના ફળની શંકા હોય છે. અથવા વિચિકિત્સા એટલે જુગુપ્સા. સાધુ-સાધ્વીનાં મલિન શરીર-વસ્ત્રાદિને જોઇને દુર્ગછા કરવી. તથા આ લોકો પાણીથી સ્નાન પણ કરતા નથી, સચિત્ત પાણીમાં ભલે દોષ હોય, પણ અચિત્ત પાણીથી સ્નાન અને વસ્ત્રપ્રક્ષાલન કરે તો શો વાંધો આવે ? એમ તેમની નિંદા કરવી.
(૪) અન્યદૃષ્ટિ પ્રશંસા- સર્વજ્ઞપ્રણીત દર્શન સિવાયના અન્ય બૌદ્ધ આદિ દર્શનની પ્રશંસા કરવી. જેમ કે–તેઓ પુણ્યવાન છે. તેમનો જન્મ સફળ છે. તેમનો ધર્મ શ્રેષ્ઠ છે. તેમનામાં દાક્ષિણ્યતા વગેરે ગુણો રહેલા છે. ઇત્યાદિ રૂપે પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રશંસા કરવી. આવી પ્રશંસાથી અપરિપક્વબુદ્ધિવાળા જીવો તેમના ગુણોથી આકર્ષાઇને સમ્યગ્દર્શન ગુણ ગુમાવી દે એ સુસંભવિત છે. આથી અન્યદષ્ટિની પ્રશંસા અતિચાર છે.
(૫) અન્યદૃષ્ટિ સંસ્તવ સંસ્તવ એટલે પરિચય. અન્યદર્શનવાળા લોકોની સાથે રહેવું, પરિચય રાખવો. તેમની સાથે અતિ પરિચય રાખવાથી તેમના દર્શનની ક્રિયાઓને કે સિદ્ધાંતોને જોવાથી કે સાંભળવાથી, સમ્યક્તથી પતિત થવાનો સંભવ છે. સમ્યકત્વ વ્રતના આ અતિચારો સાધુ અને શ્રાવક બંનેને લાગુ પડે છે. આમાં પ્રથમના ત્રણ અતિચારો ગુણ (બીજા ન જોઈ શકે તેવા) છે અને છેલ્લા બે અતિચારો પ્રગટ છે, બીજાઓ જોઈ શકે તેવા છે. (૪૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org