________________
સમ્યકત્વ અધિકાર
ગાથાર્થ સર્વમાં કે દેશમાં ધર્મસંબંધી “આ છે કે નહિ?” એવો સંશય કરવો તે શંકા છે. દયા વગેરે અલ્પગુણો જોવાથી કુદર્શનની ઈચ્છા તે કાંક્ષા છે.
વિશેષાર્થ– (૧) શંકા- અરિહંત પ્રભુએ સિદ્ધ કરેલા અને અનંત ગહન એવા ધર્માસ્તિકાય આદિ પદાર્થો મતિની દુર્બળતાથી આ પદાર્થ આ પ્રમાણે જ છે એમ સમ્યગુ ન અવધારી શકાય નિશ્ચિત ન કરી શકાય ત્યારે આ પદાર્થ શું આ પ્રમાણે છે કે આ પ્રમાણે નથી એવો સંશય કરવો તે શંકા. શંકા દેશશંકા અને સર્વશંકા એમ બે પ્રકારની છે. દેશમાં (=અમુક કોઇ પદાર્થમાં) શંકા તે દેશશંકા. જેમ કે, આ આત્મા શું અસંખ્ય પ્રદેશાત્મક છે કે પ્રદેશથી રહિત નિરવયવ છે? એવી શંકા. સર્વમાં શંકા તે સર્વશંકા. સર્વ અસ્તિકાય સમૂહમાં જ શું આ પ્રમાણે છે કે આ પ્રમાણે નથી? એવી શંકા.
(૨) કાંક્ષા– બુદ્ધ આદિએ રચેલાં દર્શનોની ઇચ્છા કરવી. કાંક્ષા દેશકાંક્ષા અને સર્વકાંક્ષા એમ બે પ્રકારે છે. એક જ બૌદ્ધ દર્શનને ઇચ્છે. આ દર્શનમાં ચિત્તજય જણાવ્યો છે. ચિત્તજય જ મુક્તિનું મુખ્ય કારણ છે.
એથી ઘટતું ( યુક્તિસંગત) આ દર્શન દૂર ગયેલું નથી, અર્થાત મુક્તિની | નજીક છે. આ પ્રમાણે બૌદ્ધદર્શનની ઇચ્છા કરવી તે દેશકાંક્ષા છે.
કપિલમત, કણાદમત, અક્ષપાદમત એ સઘળા ય મતો અહિંસાનું પ્રતિપાદન કરવામાં તત્પર છે, અને આ લોકમાં અત્યંત ક્લેશનું (=કષ્ટનું) પ્રતિપાદન કરવામાં તત્પર નથી, આથી સુંદર જ છે. આ પ્રમાણે સઘળા ય દર્શનોને ઇચ્છે તે સર્વકાંક્ષા. (૩૯). वितिगिच्छा य फलं पइ, संदेहो मलिणयंमि वि दुगंछा। परतित्थीण पसंसा, परिचयकरणं पसंगो य॥४०॥ विचिकित्सा च फलं प्रति संदेहो मलिनकेऽपि जुगुप्सा । પરતfથનાં પ્રાંસાં પરિવરિ પ્રસરા || ૪૦ | ..... ૨૦૨ ગાથાર્થ– ધર્મના ફળમાં સંદેહ કરવો એ વિચિકિત્સા અતિચાર છે. અથવા મલિનમાં જુગુપ્સા કરવી તે અતિચાર છે. અન્ય તર્થિકોની પ્રશંસા કરવી, પરિચય કરવો કે સોબત કરવી તે અન્યદૃષ્ટિ સંસ્તવ અતિચાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org