________________
આલોચના અધિકાર
૩૦૫ પ્રશ્ન- તો પછી જીતનો ઉપયોગ ક્યારે થાય? અર્થાત્ આ વ્યવહાર જીત છે એમ ક્યારે કહેવાય?
ઉત્તર- જ્યારે જીતની પ્રધાનતા હોય ત્યારે. આથી જ હમણાં જેટલા અંશે જીતમાં શ્રત ન મળતું હોય તેટલા અંશે જીત જ પ્રમાણ છે. આથી જ આગમ વ્યવહારીએ રચેલા સૂત્રમાં ભવિષ્યકાળનો પરામર્શ કરીને જીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભાવાર્થ– પાંચ વ્યવહાર પ્રતિપાદક સૂત્ર શ્રી ગૌતમસ્વામી વગેરેએ બનાવેલ છે. તે વખતે આગમ વ્યવહાર હતો. એટલે તે વખતે પ્રધાનતાની અપેક્ષાએ જીત વ્યવહાર ન હતો. તો પછી સૂત્રમાં તેનો ઉલ્લેખ શા માટે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે ભવિષ્યમાં જીત વ્યવહારની પ્રધાનતા થશે એ બીનાને લક્ષમાં રાખીને આગમ વ્યવહારીઓએ સૂત્રમાં જીતનો ઉલ્લેખ કર્યો છે.
આ વિષે વ્યવહારભાષ્યના કર્તા (ઉ.૧૦, ગા.૫૫માં) કહે છે કે(૧) “વ્યવહાર પ્રતિસ્પાદક સૂત્ર અનાગત વિષય છે. ભવિષ્યમાં તે કાળ આવશે કે જે કાળમાં આગમનો વિચ્છેદ થશે, તેથી અન્ય વ્યવહારોથી વ્યવહાર થશે. (૨) તથા ક્ષેત્ર અને કાલ પ્રમાણે વ્યવહાર કરવો. ભાવાર્થ-તે તે કાળે કયો વ્યવહાર ચાલે છે, અને કયા વ્યવહારનો વિચ્છેદ થયો છે એ વિચારીને પૂર્વોક્ત (=વ્યવહારના પાઠમાં કહેલા) ક્રમથી વ્યવહાર કરવો તથા તે તે ક્ષેત્રમાં યુગપ્રધાનોએ અથવા વિશિષ્ટ આચાર્યોએ જે વ્યવસ્થા કરી હોય તે તે વ્યવસ્થા પ્રમાણે અનાસક્ત ભાવથી વ્યવહાર કરવો. (૩) પ્રથમના ચાર વ્યવહારો તીર્થ સુધી નહિ રહે, પણ જીત તો તીર્થ સુધી રહેશે. આ ત્રણ કારણોથી આગમ વ્યવહારીએ રચેલા સૂત્રમાં જીતનો ઉલ્લેખ છે.” (૩૯) जारिसयं जं तित्थं, मूलुत्तरगुणगणस्स सुद्धीए। सव्वे देसे चउभंगीगमणेण सया पयट्टिव्वं ॥४०॥ यादृशकं यत् तीर्थं मूलोत्तरगुणगणस्य शुद्धौ । સર્વનિ તેણે વાલીમિનેન સવા પ્રવર્તિતવ્યમ્ | ૪૦ I. ... ૨૫૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org