________________
૩૦૪
. સંબોધ પ્રકરણ આજ્ઞા, ધારણા અને જીત હોય તેમ તેમ વ્યવહાર ચાલે. હે ભગવંત ! શું કહો છો? આગમના બળવાળા શ્રમણ નિગ્રંથો આ પ્રમાણે પાંચ પ્રકારનો વ્યવહાર કરે છે. જ્યારે જ્યારે જ્યાં જ્યાં જે જે વ્યવહાર હોય ત્યારે ત્યારે ત્યાં ત્યાં તે તે વ્યવહારને રાગ-દ્વેષથી રહિત બનીને મધ્યસ્થભાવથી કરનારા શ્રમણ નિગ્રંથો આજ્ઞાના આરાધક બને છે.”
અહીં કહેલા ક્રમનું ઉલ્લંઘન કરીને વ્યવહાર ચલાવવામાં, એટલે કે આગમ હોવા છતાં શ્રત ચલાવવામાં, શ્રત હોવા છતાં આજ્ઞા વગેરે ચલાવવામાં, “ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત છે. (વ્ય.ઉ.૧૦, ગા.પ૩માં) કહ્યું છે કે-“ઉત્ક્રમથી વ્યવહાર કરે તો “ચતુર્ગુરુ” પ્રાયશ્ચિત્ત છે.”
પ્રશ્ન- તો પછી સૂત્ર હોવા છતાં પર્યુષણા તિથિનું પરાવર્તન આદિ જીત વ્યવહાર ચલાવવામાં પ્રાયશ્ચિત્ત કેમ નહિ?
ઉત્તર- આ પ્રશ્ન બરોબર નથી. કારણ કે-ઉત્ક્રમનો અર્થ બરોબર તને સમજાયો નથી. ઉત્ક્રમ ન કરવો એનો અર્થ એ નથી કે એક વ્યવહાર હોય ત્યારે બીજો વ્યવહાર ન જ કરવો. એનો અર્થ એ છે કે, મૃતધર વગેરે હોવા છતાં તેમને મૂકીને જીતધરની પાસે પ્રાયશ્ચિત્ત વગેરે વ્યવહાર ચલાવવામાં જ પ્રાયશ્ચિત્ત આવે. જો એમ ન હોય, એટલે કે એક વ્યવહાર હોય ત્યારે બીજો વ્યવહાર કરવામાં પ્રાયશ્ચિત્ત આવે એમ હોય, તો આગમ હોય ત્યારે શ્રત વ્યવહાર વગેરેથી પણ પ્રાયશ્ચિત્ત આવે. બીજું, જીત વ્યવહાર તીર્થ સુધી હોય છે, એટલે કે તીર્થ શરૂ થયું ત્યારથી આરંભી તીર્થ રહે ત્યાં સુધી જીત હોય છે. કારણ કે દ્રવ્યાદિનો વિચાર કરીને વિરોધ ન આવે એ રીતે ઉત્સર્ગ અને અપવાદમાં પ્રયત્ન કરવો એ જ પ્રાયઃ જીત વ્યવહાર છે. હા, એટલું વિશેષ છે કે સૂર્યના પ્રકાશમાં ગ્રહોનો પ્રકાશ અંતર્ભાવ થઈ જાય તેમ આગમ આદિના સમયે જીતનો આગમ આદિમાં અંતર્ભાવ થઈ જાય છે. એ વખતે તેની પ્રધાનતા રહેતી નથી.
પ્રશ્ન- આમ તો શ્રત વખતે જે જીત હોય તે પણ તત્ત્વથી શ્રત જ કહેવાય.
ઉત્તર– આમાં શો દોષ છે? અર્થાત્ કોઈ દોષ નથી. શ્રુતકાલીન જીતને તત્ત્વથી શ્રત કહેવામાં જરાય દોષ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org