________________
આલોચના અધિકાર
૩૦૩ ગૂઢ (=સાંકેતિક) ભાષામાં પોતાના અતિચારો કહીને અન્ય સ્થળે રહેલા ગીતાર્થ પાસે જવા આજ્ઞા કરે, તે આચાર્ય પણ ગૂઢ ભાષામાં કહેલા અતિચારો સાંભળીને પોતે ત્યાં જાય, અથવા અન્ય ગીતાર્થને ત્યાં મોકલે, અથવા આવેલા અગીતાર્થને જ સાંકેતિક ભાષામાં પ્રાયશ્ચિત્ત કહે.
ધારણા– ગીતાર્થ ગુરુએ શિષ્યને દ્રવ્યાદિ, પુરુષ અને પ્રતિસેવનાને જાણીને જે અતિચારોનું જે પ્રાયશ્ચિત્ત અનેકવાર આપ્યું હોય, શિષ્ય તેને યાદ રાખીને તેવા જ દ્રવ્યાદિમાં તેવા જ અપરાધમાં તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે.
જીત– ગીતાર્થ સંવિગ્નોએ પ્રવર્તાવેલો શુદ્ધ વ્યવહાર. પૂર્વના મહાપુરુષો જે અપરાધોમાં ઘણા તપથી પ્રાયશ્ચિત્ત આપતા હતા, તે અપરાધોમાં વર્તમાન કાળ દ્રવ્યાદિની અને સંઘયણ-ધીરજ-બળ આદિની હાનિ થવાથી ઉચિત બીજા કોઈ ઓછા તપથી પ્રાયશ્ચિત્ત આપવું તે જીતવ્યવહાર. અથવા કોઈ આચાર્યના ગચ્છમાં કારણસર કોઈ અપરાધમાં સૂત્રોક્ત પ્રાયશ્ચિત્તથી જુદું (ઉચિત) પ્રાયશ્ચિત્ત આપવાની પ્રવૃત્તિ શરૂ થઈ હોય, પછી બીજાઓએ પણ તે પ્રમાણે જ ચલાવ્યું હોય તે જીત વ્યવહાર.
અનુક્રમ એટલે જે વખતે જે વ્યવહાર હોય તે વ્યવહારના ક્રમથી. આ વિષે વ્યવહારમાં ઉ.૧૦ (સૂ૦૩)માં સૂત્ર આ પ્રમાણે છે–
પાંચ પ્રકારના વ્યવહારો કહ્યાં છે, તે આ પ્રમાણે–આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા, જીત. તેને (=સાધુને) આગમ હોય, તો તેણે (સાધુએ) આગમથી વ્યવહાર ચલાવવો. હવે જો તેને (=સાધુને) આગમ ન હોય, શ્રત હોય તો તેણે શ્રુતથી વ્યવહાર ચલાવવો. હવે જો તેને ( સાધુને) શ્રત ન હોય, આજ્ઞા હોય તો તેણે આજ્ઞાથી વ્યવહાર ચલાવવો. હવે જો તેને (=સાધુને) આજ્ઞા ન હોય, ધારણા હોય તો તેણે ધારણાથી વ્યવહાર ચલાવવો. હવે જો તેને (=સાધુને) ધારણા ન હોય, જીત હોય તો તેણે જીતથી વ્યવહાર ચલાવવો.
આ પાંચ વ્યવહારોથી વ્યવહાર ચલાવવો. તે આ પ્રમાણે–આગમથી, શ્રુતથી, આજ્ઞાથી, ધારણાથી, જીતથી. તેને જેમ જેમ આગમ, શ્રત,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org