________________
૨૯૯
આલોચના અધિકાર
આનો અર્થ એ થયો કે તેવા પ્રકારના સંયોગ આદિને કારણે એક જ દોષ વારંવાર સેવાતો હોય તો પણ તેનું વારંવાર પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ.
જેનું મિચ્છા મિ દુક્કડું આપ્યું છે કે જેનું પ્રાયશ્ચિત્ત લીધું તે પાપ ફરી ન કરે તો જ મિચ્છામિ દુક્કડ અને પ્રાયશ્ચિત્ત સાચું ગણાતું હોય તો શ્રાવકનું પ્રતિક્રમણ તદ્દન ખોટું થઈ જાય. કારણ કે, પ્રતિક્રમણ કરનાર શ્રાવક પ્રતિક્રમણ કર્યા પછી તુરત ઘરે જઇને પાણી, વનસ્પતિ, વાયુ આદિની વિરાધના કરે છે. માટે ફરીવાર પાપ કરે તેટલા માત્રથી મિચ્છા મિ દુક્કડ કે પ્રાયશ્ચિત્ત ખોટું ન થાય. હા, ફરી પાપ કરવાનો ભાવ ન હોવો જોઈએ=રસન હોવો જોઈએ. આ વિષે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે– (૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ બીજી, ગાથા-૧૮) મૂલ પદે પડિક્કમણું ભાડું, પાપ તણું અણ કરવું રે. શક્તિભાવ તણે અભ્યાસે, તે જસ અર્થે વરવું રે / આનો અર્થ એ છે કે-“ફરીવાર પાપને ન કરવું એ મુખ્ય પ્રતિક્રમણ છે. પણ એ પ્રતિક્રમણ પ્રથમથી જ સિદ્ધ થતું નથી, કિંતુ શક્તિ મુજબ અને ભાવ મુજબ અભ્યાસ કરતાં કરતાં સિદ્ધ થાય છે.
હા, જેઓ માત્ર દેખાવ ખાતર જ પ્રતિક્રમણ કે પ્રાયશ્ચિત્ત કરે, અને ફરી ફરી તે પાપ રસપૂર્વક કર્યા કરે તેનું પ્રતિક્રમણ કે પ્રાયશ્ચિત્ત નિરર્થક છે. આ વિષે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ૩૫૦ ગાથાનું સ્તવન ઢાળ-બીજી ગાથા-૧૭ કહ્યું છે કેમિથ્યા દુક્કડ દેઈ પાતિક, તે ભાવે જે સેવે રે. આવશ્યક સાખે તે પરગટ, માયા મોસને સેવે રે અહીં તે ભાવે' એટલે “ફરી કરવાના ભાવે અથવા “ફરી પાપ કરીશું અને ફરી મિચ્છા મિ દુક્કડ દઈશું' એવા ભાવે.
દંભી જીવો જ આવું કરે. અહીં આવા દંભી જીવોની વાત નથી. અહીં તો સરળ જીવોની વાત છે. (૩૧)
अप्पं पि भावसल्लं, अणुद्धियं रायवणियतणएहि । जायं कडुगविवागं, किं पुण बहुयाइं पावाइं ॥३२॥ अल्पमपि भावशल्यमनुद्धरितं राजवणिक्तनययोः । નાત રાહુવિપાર્વ વિં પુનર્વદુવાનિ પાનિ . રર ........... ૨૧૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org